Fairness Cream Side Effects: દરેક વ્યક્તિ સુંદર અને ચમકતી ત્વચા ઈચ્છે છે, અને આ જ ઘેલછાનો ફાયદો ઉઠાવીને બજારમાં અનેક પ્રકારની ફેયરનેસ ક્રીમ અને સ્કીન બ્રાઈટનિંગ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે થોડા દિવસોમાં ગોરા બનાવવાનો દાવો કરતી આ ક્રીમ તમારી કિડનીને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે? તાજેતરના અહેવાલો મુજબ, અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં એવા ઝેરી તત્વો હોય છે જે ત્વચા વાટે લોહીમાં ભળીને શરીરના આંતરિક અંગો પર હુમલો કરે છે.
લેબલ પર આ નામ જુઓ તો ચેતી જજો!
કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેનું લેબલ વાંચવું ખૂબ જ જરૂરી છે. જો પ્રોડક્ટના ઇન્ગ્રીડિએન્ટ લિસ્ટમાં મર્કરી (Mercury) એટલે કે પારો લખેલું હોય, તો તેનો ઉપયોગ જીવલેણ બની શકે છે. મર્કરી ત્વચાના મેલેનિનને દબાવે છે જેનાથી તમે ગોરા તો દેખાઓ છો, પણ તે સીધી રીતે કિડની અને ચેતાતંત્ર (Nervous System) ને નુકસાન પહોંચાડે છે.
તમારી સ્કીન ટાઇપ મુજબ આ રીતે પસંદ કરો પ્રોડક્ટ:
માત્ર જાહેરાતો જોઈને ક્રીમ (Cream) ખરીદવાને બદલે તમારી ત્વચાની જરૂરિયાત સમજો:
ઓઈલી સ્કીન માટે: જો તમારી ત્વચા તેલીય હોય, તો સેલિસિલિક એસિડ (0.5% થી 2%) ધરાવતી પ્રોડક્ટ્સ (Cream) સારી માનવામાં આવે છે. તેનાથી વધુ માત્રા નુકસાન કરી શકે છે.
ડ્રાય સ્કીન માટે: સૂકી ત્વચા ધરાવતા લોકોએ સેરામાઈડ્સ (Ceramides) અને મોઈશ્ચરાઈઝિંગ તત્વોવાળી ક્રીમ વાપરવી જોઈએ જેથી ત્વચામાં ભેજ જળવાય.
સેન્સિટિવ સ્કીન માટે: સંવેદનશીલ ત્વચા હોય તેમણે હંમેશા Fragrance-Free (સુગંધ રહિત) પ્રોડક્ટ્સ પસંદ કરવી જોઈએ, જેથી એલર્જીનું જોખમ ઘટે.
શું ‘હર્બલ’ પ્રોડક્ટ્સ સંપૂર્ણ સુરક્ષિત છે?
મોટાભાગના લોકો માને છે કે પ્રોડક્ટ (Cream) પર ‘નેચરલ’ કે ‘હર્બલ’ લખ્યું હોય એટલે તે સુરક્ષિત જ હોય, પણ આ ધારણા ખોટી છે. દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે અને કેટલીક કુદરતી વસ્તુઓ પણ ત્વચા પર બળતરા કે એલર્જી કરી શકે છે. તેથી, માત્ર લેબલ જોઈને ભરોસો ન કરો.
પ્રોડક્ટ વાપરતા પહેલા આટલું ચોક્કસ કરો:
એક્સપાયરી ડેટ: મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ જોયા વગર ક્યારેય ક્રીમ (Cream) ન ખરીદો.
પેચ ટેસ્ટ: નવી ક્રીમ (Cream) સીધી ચહેરા પર લગાવવાને બદલે હાથના નાના ભાગ પર લગાવીને 24 કલાક સુધી જુઓ કે કોઈ આડઅસર થાય છે કે નહીં.
નિષ્ણાતની સલાહ: જો ત્વચા પર ખંજવાળ, લાલાશ કે બળતરા થાય, તો તરત ઉપયોગ બંધ કરી સ્કીન સ્પેશિયાલિસ્ટ (Dermatologist) નો સંપર્ક કરો.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ પ્રોડક્ટના ઉપયોગ પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો:શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!




