Ahmedabad News/ સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડની ગેરરિતી, પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી

પંચાયતના સ્વભંડોળની આવકમાંથી વિવિધ હેડ હેઠળ થયેલ ખર્ચમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ(irregularities) થયેલ હોવાનું સામે આવ્યું છે

Gujarat Ahmedabad
સત્તાનો દુરુપયોગ કરીને કુલ રૂપિયા 1,55,23,420 (રૂ. એક કરોડ પંચાવન લાખ ત્રેવીસ હજાર ચારસો વીસ) ની ગેરરીતિ (irregularities)કરી

Ahmedabad News :  દસ્ક્રોઇ તાલુકાના ગામ ધામતવાણ ગ્રામ પંચાયતના નાણાકીય વર્ષ 2022-23, 2023-24તથા 2024-25 દરમિયાન પંચાયતના સ્વભંડોળની આવકમાંથી વિવિધ હેડ હેઠળ થયેલ ખર્ચમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ(irregularities) થયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં તત્કાલિન સરપંચ રેખાબેન સંજયભાઈ પારેખ તથા તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા દ્વારા પરસ્પર મેળાપીપણાથી પોતાના હોદ્દાનો દુરુપયોગ (Misuse Of Power)કરીને સરકારી નાણાંનો ગેરવપરાશ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

ખાસ કરીને નીચે મુજબના હેડમાં ખર્ચ કરવામાં આવેલ છે:
(૧) માટી પુરાણ હેડ
(૨) પાણી પુરવઠા/વાટા હેડ
(૩) ઉત્સવ ઉજવણી હેડ
(૪) પગાર હેડ

ઉપરોક્ત તમામ ખર્ચ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવેલ નથી તેમજ જરૂરી તાંત્રિક મંજૂરી લેવામાં આવેલ નથી. આ ઉપરાંત, આ ખર્ચ સંબંધિત કોઈ પ્રાથમિક કે સહાયક રેકોર્ડ પણ ગ્રામ પંચાયત દ્વારા જાળવવામાં આવેલ નથી, જે ગંભીર બેદરકારી તથા શંકાસ્પદ વ્યવહાર દર્શાવે છે.

વધુમાં, ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસિક પગાર તેમના વ્યક્તિગત બેંક ખાતામાં સીધી ચુકવણી કરવાની જગ્યાએ, તમામ કર્મચારીઓનો પગાર ગામના વી.સી.ઇ. (VCE) ના નામે બેરર ચેક દ્વારા ઉપાડવામાં આવેલ છે, જે નિયમોના વિરુદ્ધ છે અને નાણાકીય પારદર્શિતાને ભંગ કરે છે.

આ રીતે, તત્કાલિન સરપંચ રેખાબેન સંજયભાઈ પારેખ તથા તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા દ્વારા પરસ્પર મેળાપીપણાથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી નાણાંનો ગેરવપરાશ કર્યો છે. તેઓએ મળેલ સત્તાનો દુરુપયોગ કરીને કુલ રૂપિયા 1,55,23,420 (રૂ. એક કરોડ પંચાવન લાખ ત્રેવીસ હજાર ચારસો વીસ) ની ગેરરીતિ (irregularities)કરી આ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઇ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી હોવાનો ગંભીર ગુનો કર્યો હોવાનું જણાય છે.


આ પણ વાંચો : જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

આ પણ વાંચો : તાપી વ્યારાના નિવૃત મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ

આ પણ વાંચો : અપ્રમાણસર મિલકતના કેસમાં GIL ગાંધીનગરના તત્કાલીન મહિલા એક્ઝીક્યુટીવ એન્જિનીયરની ધરપકડ