Ajab Gajab News/ ઈંગ્લેન્ડની મહિલાએ નદી સાથે કર્યા લગ્ન! પર્યાવરણ બચાવવા 3 વર્ષથી નિભાવી રહી છે અનોખો સંબંધ

ઈંગ્લેન્ડની 29 વર્ષની મેગ એવન (Meg Avon) એ એવન River સાથે પ્રતીકાત્મક લગ્ન કર્યા છે. જળ પ્રદૂષણ રોકવા અને નદીને બચાવવા માટે તેણે આ અનોખો માર્ગ અપનાવ્યો છે. વાંચો આ પ્રેરણાદાયી સ્ટોરી

Ajab gajab Ajab Gajab News Trending Lifestyle
River

Woman Marries River England: પ્રેમ અને લગ્નની વ્યાખ્યા દુનિયામાં બદલાઈ રહી છે, પરંતુ ઈંગ્લેન્ડની એક મહિલાએ જેની સાથે લગ્ન કર્યા છે તે જાણીને તમે ચોંકી જશો. 29 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા મેગ એવન (Meg Avon) એ કોઈ પુરુષ સાથે નહીં, પરંતુ એક વહેતી નદી (Avon River) સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં, તે આ અનોખા લગ્નની ત્રીજી વર્ષગાંઠ પણ મનાવી રહી છે. આ પાછળનો હેતુ કોઈ અંધશ્રદ્ધા નહીં પરંતુ પ્રકૃતિને બચાવવાનો એક મોટો સંદેશ છે.

કેમ River ને બનાવી જીવનસાથી?

દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં રહેતી મેગ એક સંશોધક અને લેખિકા છે. તેણે 17 જૂન 2023 ના રોજ એવન નદી સાથે પ્રતીકાત્મક લગ્ન કર્યા હતા. આ લગ્ન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા જળ પ્રદૂષણ સામે લોકોનું ધ્યાન ખેંચવાનો હતો. મેગનું માનવું છે કે, “જો માણસ પ્રકૃતિને પોતાના પરિવારનો હિસ્સો કે જીવનસાથી માનવા લાગશે, તો જ તે તેને બચાવવા માટે ગંભીરતાથી પ્રયાસ કરશે.”

કડકડતી ઠંડીમાં પણ નિભાવે છે સંબંધ

મેગ માટે આ લગ્ન માત્ર દેખાડો નથી. તે આ નદી સાથે ઊંડું ભાવનાત્મક જોડાણ અનુભવે છે. તે દર અઠવાડિયે આ નદીમાં તરવા માટે જાય છે, પછી ભલે હવામાન ગમે તેટલું ખરાબ કે ઠંડું કેમ ના હોય. શિયાળાની થીજવી દેતી ઠંડીમાં જ્યારે પાણી જોખમી હોય છે, ત્યારે પણ તે નદી પાસે જાય છે અને પ્રકૃતિ સાથે સમય વિતાવે છે. તે નદી (River) ના કિનારે વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે.

River

જળ પ્રદૂષણ સામે છેડ્યું છે યુદ્ધ

મેગ ‘કોનહેમ બાથર્સ’ નામના પર્યાવરણ ગ્રુપ સાથે જોડાયેલી છે. આ ગ્રુપ એવન નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને તેને ‘સ્નાન યોગ્ય’ (Bathing Status) દરજ્જો અપાવવા માટે લડી રહ્યું છે. હાલમાં નદી (River) માં ગટરનું પાણી ભળવાને કારણે તેની હાલત ખરાબ છે, પરંતુ મેગ અને તેની ટીમ હાર માનવા તૈયાર નથી. તાજેતરમાં યુકેમાં સીવેજની સમસ્યા પર બનેલી ડોક્યુમેન્ટરી બાદ લોકો હવે આ મુદ્દાને ગંભીરતાથી લેતા થયા છે.

નદીને ‘કાયદેસર વ્યક્તિ’નો દરજ્જો અપાવવાનું લક્ષ્ય

મેગ હવે એક ડગલું આગળ વધીને એવન નદીને ‘કાયદેસર વ્યક્તિ’ (Legal Person) તરીકે માન્યતા અપાવવા માંગે છે. જો નદી (River) ને વ્યક્તિનો દરજ્જો મળે, તો તેની સામે પ્રદૂષણ ફેલાવનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી સરળ બનશે. ન્યુઝીલેન્ડ અને ભારતની કેટલીક નદીઓને આવો દરજ્જો મળેલો છે, તે જ રીતે મેગ આ નદીના અધિકારો માટે લડી રહી છે.

મેગનું કહેવું છે કે આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો પ્રકૃતિથી દૂર થઈ ગયા છે. જો આપણે નદીઓને (River) સ્વચ્છ રાખવી હોય, તો આપણે તેમાં ઉતરવું પડશે, તેની સુંદરતાને માણવી પડશે અને તેને પ્રેમ કરવો પડશે.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા

આ પણ વાંચો:ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ

આ પણ વાંચો:શું રેડ સેન્ડ બોઆ ખરેખર નસીબ બદલી શકે છે? જાણો સાપની કિંમત કરોડોમાં હોવા પાછળના ચોંકાવનારા કારણો