China University Spring Break: ચીન અત્યારે એક અજીબ સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને તે છે ઘટતો જતો જન્મદર (Birth Rate). આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચીનની શિક્ષણ સંસ્થાઓ હવે એવા રસ્તા અપનાવી રહી છે જે સાંભળીને તમે ચોંકી જશો. ‘ટાઈમ્સ નાઉ હિન્દી’ ના અહેવાલ મુજબ, ચીનની કેટલીક યુનિવર્સિટીઓએ (University) વિદ્યાર્થીઓને પુસ્તકો બાજુ પર મૂકીને ‘પ્રેમમાં પડવા’ અને પ્રકૃતિનો આનંદ માણવા માટે ખાસ રજાઓ જાહેર કરી છે. આ અજીબોગરીબ નિર્ણય પાછળના કારણો અને વિગતવાર માહિતી.
‘સ્પ્રિંગ બ્રેક’ અને રોમાન્સની થીમ
સિચુઆન સાઉથવેસ્ટ વોકેશનલ કોલેજ ઓફ એવિએશન (Sichuan Southwest Vocational College of Aviation) સહિત ચીનની અનેક કોલેજોએ 1 થી 6 એપ્રિલ સુધી ‘સ્પ્રિંગ બ્રેક’ જાહેર કર્યો છે. આ વર્ષે આ રજાઓની થીમ “ફૂલો જુઓ અને રોમાન્સ માણો” (See the flowers and enjoy romance) રાખવામાં આવી છે. યુનિવર્સિટીનું (University) કહેવું છે કે વિદ્યાર્થીઓએ ક્લાસરૂમની બહાર નીકળીને જીવનની સુંદરતા અને પ્રેમનો અનુભવ કરવો જોઈએ.
University દ્વારા કેમ લેવાયો આવો નિર્ણય?
ચીનમાં છેલ્લા ચાર વર્ષથી વસ્તી સતત ઘટી રહી છે અને 2025 માં જન્મદર રેકોર્ડ સ્તરે નીચો ગયો હતો. યુવા પેઢી વધુ પડતા કામના ભાર અને ભણતરના દબાણને કારણે લગ્ન કે બાળકો વિશે વિચારતી નથી. ચીની સત્તાવાળાઓ માને છે કે જો વિદ્યાર્થીઓને અત્યારથી જ સોશિયલ લાઈફ અને સંબંધો માટે સમય આપવામાં આવશે, તો ભવિષ્યમાં લગ્ન અને જન્મદરમાં વધારો થઈ શકે છે.
હોમવર્કમાં ‘પ્રેમની ડાયરી’ અને વીડિયો
આ રજાઓ માત્ર આરામ માટે નથી, પણ તેમાં અનોખું હોમવર્ક પણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમના પ્રવાસના વીડિયો બનાવવા, પ્રેમ અને અંગત વિકાસ વિશે ડાયરી લખવી અને પોતાના અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરવાના રહેશે. યુનિવર્સિટી (University) ઈચ્છે છે કે આ રજાઓ દ્વારા વિદ્યાર્થીઓ માનસિક રીતે ફ્રેશ થાય અને તેમના વ્યક્તિત્વમાં ભાવનાત્મક વિકાસ થાય.
દેશવ્યાપી નવી નીતિનો ભાગ
માત્ર એક યુનિવર્સિટી (University) જ નહીં, પણ ચીન સરકારે તાજેતરમાં શાળાઓ અને કોલેજોમાં ઉનાળા અને શિયાળાની રજાઓ ઉપરાંત સ્પ્રિંગ (વસંત) અને ઓટમ (શરદ) ઋતુમાં પણ ટૂંકી રજાઓ આપવાની જાહેરાત કરી છે. આ પાછળનો હેતુ ઘરેલું પર્યટનને વેગ આપવો અને યુવાનોને એકબીજા સાથે મળવાની તક પૂરી પાડવાનો છે, જેથી દેશની વસ્તીમાં થઈ રહેલા ઘટાડાને અટકાવી શકાય.
નિષ્ણાતોનો અભિપ્રાય
વસ્તી વિષયક નિષ્ણાતોનું માનવું છે કે માત્ર રજાઓ આપવાથી સમસ્યા હલ નહીં થાય. યુવાનોને બાળકો ઉછેરવા માટે સમય અને આર્થિક સુરક્ષા બંનેની જરૂર છે. જોકે, યુનિવર્સિટીના (University) આ પગલાને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ છે, જ્યારે કેટલાક તેને સરકારનો વસ્તી વધારવાનો એક હથકંડો ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ઓસ્કાર વિજેતાને ઇનામમાં કેટલા રૂપિયા મળે છે? ટ્રોફીની કિંમત જાણીને તમે માથું ખંજવાળવા લાગશો!
આ પણ વાંચો:શું રેડ સેન્ડ બોઆ ખરેખર નસીબ બદલી શકે છે? જાણો સાપની કિંમત કરોડોમાં હોવા પાછળના ચોંકાવનારા કારણો



