Ahmedabad News/ SOGની તવાઈ! બોપલમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ₹9 લાખના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

અમદાવાદ (Ahmedabad) ના બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસે SOGએ દરોડો પાડી ₹૯ લાખથી વધુની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો છે. બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad SOG Hybrid Ganja Bopal

Ahmedabad SOG Hybrid Ganja Bopal: અમદાવાદ શહેરમાં નશાના સોદાગરો સામે એસઓજી (Special Operations Group) એ લાલ આંખ કરી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા વકીલ સાહેબ બ્રિજ પાસે મોડી રાત્રે એસઓજીની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ‘હાઈબ્રિડ ગાંજો’ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

Ahmedabad : બાતમીના આધારે મધરાતે ઓપરેશન

એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બોપલ વિસ્તારમાં કેટલાક શખ્સો મોંઘાદાટ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ કરી રહેલા શખ્સોને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ

પોલીસે સ્થળ પરથી નારોલના રહેવાસી શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરના રહેવાસી હેમંતકુમાર દેસાઈ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસને 258.76 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે, જેની બજારમાં અંદાજિત કિંમત ₹9,05,660 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે એક મોપેડ અને ૫ મોબાઈલ ફોન સહિત કુલ ₹9,79,790 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એક આરોપી ફરાર, શોધખોળ તેજ

આ ડ્રગ્સ નેટવર્કમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા પણ સામેલ હોવાનું ખુલ્યું છે, જોકે તે પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો છે. એસઓજીએ પૂર્વરાજસિંહને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

અમદાવાદમાં જે પ્રકારે હાઈબ્રિડ ગાંજાનું ચલણ વધી રહ્યું છે તે પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે. બોપલ જેવા વિસ્તારોમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા તત્વો સામે એસઓજીની આ મોટી સફળતા માનવામાં આવે છે.


આ પણ વાંચો : અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ

આ પણ વાંચો : દારૂ પીને દુલ્હો પહોંચ્યો, વરમાળા પહેલા ગાંજો ફૂંકતા કન્યાએ કર્યો લગ્નનો ઈન્કાર

આ પણ વાંચો : અડાલજ પાસેથી 3.72 લાખના ગાંજા સાથે 11.62 લાખનો મુદ્દામાલ કબજે