- ભાજપના નેતા આઇ.કે.જાડેજાને આવ્યો હાર્ટએટેક
- યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
- આઇ.કે.જાડેજાની તબિયત હાલ સ્થિર
ભાજપના સિનિયર નેતા આઇ.કે.જાડેજાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ ડોકટરોની નિગરાનીમાં તેમને રાખવામાં આવ્યા હતા. હાલ ડોકટરોના કહ્યા પ્રમાણે આઇ.કે.જાડેજાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી આવ્યું છે.રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઇ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઇ.કે. જાડેજાના સરાહનીય કાર્યની પ્રશંસા કરી કાર્યકર્તાઓને તેમાંથી શીખ લેવા જણાવ્યું હતું.
આપને જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેર દરમિયાન આઇ. કે. જાડેજા કોરોનાગ્રસ્ત બન્યા હતા. બીજી લહેર દરમિયાન ગુજરાત ભાજપના અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમાં એપ્રિલ, 2021 માં આઈકે જાડેજા પણ સંક્રમિત થયા હતા. તે સમયે પણ તેમની સારવાર યુએન હોસ્પિટલમાં થઈ હતી. તેઓ હેમકેમ કોરોનાથી બચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને પણ હાર્ટ અટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, એન્જિયોપ્લાસ્ટી બાદ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો
આ પણ વાંચો :પંચમહાલના કલોલ પાસે 50 કિમીનો રોડ માત્ર 100 કલાકમાં બનાવી રેર્કોડ સર્જોયો
આ પણ વાંચો :સુરતમાં ત્રણ આપઘાતની ઘટના બની, કારણ જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો :ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે, ચામડી દઝાડતી પડી શકે ગરમી
