Surat News/ સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, પરિવારની ફાંસીની માંગ

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા (Murder) પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે

Top Stories Gujarat Surat
Murder

Surat News : સુરત શહેરમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થાને પડકારતી ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. કતારગામ વિસ્તારમાં ધોળા દિવસે એક બિલ્ડરની જાહેરમાં હત્યા (Murder) કરવામાં આવતા વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે. જૂની અદાવતને કારણે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.

હત્યા (Murder) ની ઘટના  કતારગામના ધનમોરા રોડ પર બની

કતારગામના ધનમોરા રોડ પર આવેલી જે.કે.પી. નગર સોસાયટી પાસે આ ઘટના બની હતી. અહીં કામ અર્થે આવેલા વિપુલ રવજીભાઈ માંડાણી (ઉ.વ. 46) પર ત્રણથી ચાર અજાણ્યા શખસોએ અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે વિપુલભાઈ પર અંધાધૂંધ ચાકુના ઘા ઝીંક્યા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

બોલાચાલી બાદ ઝપાઝપી, પેટના ભાગે ગંભીર ઘા

પ્રાપ્ત માહિતી મુજબ હુમલા પૂર્વે આરોપીઓ અને વિપુલભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન હુમલાખોરોએ વિપુલભાઈના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સરથાણામાં પરિવાર સાથે રહેતા હતા વિપુલ માંડાણી

મૃતક વિપુલ રવજીભાઈ માંડાણી મૂળ સુરતના સરથાણા વિસ્તારના યોગીચોક ખાતે આવેલી સર્જન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બિલ્ડર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજરોજ તેઓ કતારગામ વિસ્તારમાં કામ સંબંધિત બાબતે આવ્યા હતા, ત્યારે આ ભયાનક ઘટના સર્જાઈ હતી.

પરિવારનો આક્રોશ: હત્યારાઓ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ

ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનોએ હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સાથે જ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ પરિવાર દ્વારા કરવામાં આવી છે.

હત્યા (Murder) પાછળ જૂની અદાવત હોવાની આશંકા

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા (Murder) પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. ભૂતકાળમાં થયેલા કોઈ વિવાદ અથવા અણબનાવના કારણે આયોજનબદ્ધ રીતે આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જોકે, હત્યા (Murder) નું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસ દોડતી થઈ, CCTVના આધારે તપાસ તેજ

ઘટનાની જાણ મળતા જ કતારગામ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફરાર થયેલા ત્રણથી ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હત્યા (Murder) ની ઘટનાને કારણે વિપુલ માંડાણીના પરિવારમાં શોકનો માહોલ છે, જ્યારે કતારગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભય ફેલાયો છે. સુરતમાં વધતી ગુનાખોરીને લઈ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પત્નીની હત્યાના 25 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, સંભળાવી આજીવન કેદની સજા

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયારથી કરી ભાઈની નિર્મમ હત્યા

આ પણ વાંચો: વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા