Ahmedabad News/ અમદાવાદના વટવામાં ચાકૂના ઘા ઝીંકી યુવકની હત્યા

પોલીસ હવે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અમદાવાદમાં હત્યાના બનાવો સામે આવી ચૂક્યા છે.

મેટ્રોસિટી અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વટવા વિસ્તારમાં સદભાવના ચાર માળિયા પાસે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવકનું નામ જાવેદ સલીમ પઢેલ હોવાનું ખૂલ્યું છે. આ તરફ યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. જોકે આ મામલે પોલીસ હવે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધાઈ

આ પણ વાંચો:મહેસાણાના સમરાપુરના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ