viramgam/ વિરમગામમાં મધમાખીઓનું ઝૂંડ શ્રધ્ધાળુઓ પર ત્રાટક્યું ,100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા

સો જેટલી મહિલા, પુરૂષ અને બાળકોને મધમાખીએ દંશ દીધા હતા

Gujarat

Viramgam News : ગુજરાતના વિરમગામમાં મધમાખીઓનું ઝૂંડ શ્રધ્ધાળુઓ પર તૂટી પડતા 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ બનાવને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.આ બનાવની વિગત મુજબ શનિવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હવન, આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક મધમાખીનું ઝૂંડ શ્રદ્ધાળુઓ પર ત્રાટક્યું અને નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓએ શ્રદ્ધાળુઓને દંશ માર્યા હતા. એક હજારથી વધુ લોકો અહીં હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકો તેનો ભોગ બન્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.

વિરમગામ શહેરના ભોજવા વિસ્તાર નજીક સીમમાં પ્રખ્યાત શીંગડાથળ હનુમાન દાદાનું મંદિર છે. જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે સવારે હવન, આરતી સાથે અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 4 થી 5 ગામના લોકો ભેગા થયા હતાં. હવન અને આરતી સંપૂર્ણ થયા બાદ લોકો પ્રસાદ આરોગી રહ્યા હતા, આ દરમિયાન અચાનક નજીકમાંથી મધમાખીઓનું મોટું ઝુંડ આવી ચડ્યું અને અહીં હાજર શ્રદ્ધાળુઓ પર ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અહીં અંદાજિત એક હજારથી વધુ લોકો હાજર હતાં,

જેમાંથી સો જેટલી મહિલા, પુરૂષ અને બાળકોને મધમાખીએ દંશ દીધા હતા. આ નાસભાગ દરમિયાન લોકો જ્યાં જગ્યા મળે ત્યાં પોતાને બચાવવાનો પ્રયાસ કરતા હતાં. જેમાં અમુક ગોદડા નીચે સંતાઈ ગયા તો અમુક વાહનોમાં બેસી ભાગ્યા હતાં.સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ચાર એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી પીડિતોને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાંથી ગંભીર દંશવાળા 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં એક યુવતીના કાનમાં મધમાખી જતી રહી હતી અને તેને સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. જેને તુરંત હોસ્પિટલ ખસેડી કાનમાંથી મધમાખી કાઢવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધાઈ

આ પણ વાંચો:મહેસાણાના સમરાપુરના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ