Banaskantha News: બનાસકાંઠામાં દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને કાળમુખી ટ્રકે કચડી નાખતા ચારના મોત થયા છે. વાવ થરાદ જિલ્લાના પદયાત્રીઓ દિયોદરથી દ્વારકા જતા હતા. ટ્રકચાલકે પદયાત્રીઓને હડફેટે લેતા ચાર પદયાત્રીઓ અંતિમ યાત્રાએ ઉપડી ગયા હતા.
મોરબી નજીક દુર્ઘટના
આ દુર્ઘટના મોરબીના પીપળીયા નજીક સર્જાઈ હતી. સંઘ સાથે ચાલી રહેલા ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી. આ દુર્ઘટનાના પગલે સંઘે તરત જ તેની યાત્રા અટકાવી હતી. દુર્ઘટનાની જાણ થતાં તરત જ સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. તેમણે ટ્રકની ટંક્કરના લીધે ફંગોળાઈ ગયેલા બીજા યાત્રીઓને મદદ કરી હતી.
સીસીટીવી ફૂટેજથી શોધાશે આરોપી
આ ઉપરાંત તેઓએ એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી, જેના કારણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેની સાથે મોરબીની સ્થાનિક પોલીસને દુર્ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે મૃતદેહોનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. પદયાત્રીઓ બનાસકાંઠાના રહેવાસી હોય તેમની ફોરેન્સિક તપાસ પછી ઓળખ વિધિ કરીને તેમના મૃતદેહ પરત મોકલાશે.
પોલીસે ટ્રકચાલકની તપાસ કરવા માટે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડયા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુનેગારને ટૂંક સમયમાં પકડી લઈશું. આમ સૌરાષ્ટ્રમાં ટ્રકચાલકોએ જાણે લોકોને યમસદન પહોંચાડવાનો પરવાનો લઈ લીધો લાગે છે. દિવસ પડેને ટ્રક કે ડમ્પર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈના જીવ જરૂર લે છે. કદાચ યમરાજ પાસેથી તેઓએ લોકોનું ડેથ વોરંટ બજાવવાનો પરવાનો કે ફ્રેન્ચાઇઝી લઈ લીધી લાગે છે.
આ પણ વાંચો: મોરબી અકસ્માતમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું- હોશિયારી ના બતાવો
આ પણ વાંચો: મોરબી અકસ્માત પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રતિક્રિયા, કહ્યું- મને ખુબ આઘાત લાગ્યો
આ પણ વાંચો: મોરબી અકસ્માત બાદ 4ની ધરપકડ, 5 કસ્ટડીમાં; પૂછપરછ ચાલુ

