Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ પર પાડવામાં આવેલી જુગાર રેડ ( Gambling Raid) બાદ ગેરરીતિના આક્ષેપોને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થતાં જૂનાગઢ રેન્જના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હોટલ રોયલ મેન્સનમાં જુગાર ( Gambling Raid) રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસના સંચાલન દરમિયાન રૂપિયા 5 લાખની ગેરરીતિ અને તોડકાંડ સંબંધિત આક્ષેપો સામે આવ્યા હતા.
Gambling Raid: બે PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી
પ્રાથમિક તપાસમાં ગેરરીતિના સંકેતો મળ્યા બાદ જૂનાગઢ રેન્જ IG દ્વારા SOGના PSI ડી. એમ. કાગડા અને PSI એચ. એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિભાગીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને અધિકારીઓ સામેની કાર્યવાહી યથાવત રહેશે.
મહિલા PSI દ્વારા રજૂઆત બાદ તપાસ
માહિતી અનુસાર, દરોડા દરમિયાન હાજર રહેલા એક મહિલા PSIએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન મળેલા પ્રાથમિક તારણોને આધારે બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિભાગીય તપાસ ચાલુ છે અને તપાસના અંતિમ અહેવાલ બાદ જરૂરી કાનૂની તેમજ વિભાગીય પગલાં લેવામાં આવશે.
IGએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી
જૂનાગઢ રેન્જના IGએ જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં ગેરરીતિ અથવા શિસ્તભંગને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવશે તેમજ જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગાર રેડ મામલો
આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ
આ પણ વાંચો:અંકલેશ્વરમાં ડબ્બા ટ્રેડિંગ તથા પત્તા-પાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ
