Bharuch News/ અંકલેશ્વરમાં ડબ્બા ટ્રેડિંગ તથા પત્તા-પાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ

90 લાખથી વધુનો ગેરકાયદેસર શેર સોદો અને 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

Gujarat Others

Bharuch News : ભરૂચ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ (LCB.)ની ટીમે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ “સોના આઈસ ઈન્ડસ્ટ્રીઝ”ની ઓફિસમાં છાપો મારી શેર બજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ તથા પત્તા-પાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો…

પોલીસની જુગારની રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓમાં અલ્તાફ હુસેન ઘોઘારી (રહે. મકાન નં. બી/311 ચીકુવાડી, અંકલેશ્વર),આદમ હુસેન ઘોઘારી (રહે. મકાન નં. ડી/2 ચીકુવાડી, અંકલેશ્વર), સાજીદ હુસેન ઘોઘારી (રહે. મકાન નં. 25-26, ચીકુવાડી, અંકલેશ્વર),રમેશ મગન જસાણી (રહે.સુંદરવન એપાર્ટમેન્ટ,હવેલી ચોક,અંકલેશ્વર),ચંદ્રસિંહ આનંદસિંહ રાવત (રહે.જલદર્શન સોસાયટી,નવી કોલોની, અંકલેશ્વર)નો સમાવેશ થાય છે.જયારે ફરાર આરોપીઓમાં અલ્પેશ,જીએમ જામનગર,અલ્ફેઝ ઉર્ફે રાજા, જી ધામ, ગૌરાંગ નામના શખ્સોનો સમાવેશ થાય છે…

અત્રે ઉલ્લેખનીય છે કે અલ્તાફ ઘોઘારી પોતાના કબજાની ઓફિસમાં લોકો પાસેથી રોકડા રૂપિયા લઈને અલગ-અલગ રંગના ટોકન આપીને પત્તા-પાનાનો જુગાર રમાડતા, તેમજ “મની કંટ્રોલ” અને “બેટવર 77” જેવી ઓનલાઈન એપ્લિકેશનો મારફતે ડબ્બા ટ્રેડિંગ દ્વારા ગેરકાયદેસર શેર સોદા ચલાવતો હતો.તપાસમાં જાણવા મળ્યુ કે, આરોપીએ રૂ. 90,90,079 જેટલી શેર રકમના ગેરકાયદેસર સોદા કરીને સરકારને ટેક્સમાં છેતરપીંડી કરી વિશ્વાસઘાત અને આર્થિક ગુનો અંજામ આપ્યો હતો.

પોલીસ દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલમાં રોકડા રૂપિયા: રૂ.1,68,450,  મોબાઇલ ફોન 10 નંગ કી.રૂ.3,20,000, 3ફોર વ્હીલ અને 1ટુ વ્હીલર કી.રૂ. 25,50,000 નો સમાવેશ થાય છે.પોલીસે અલ્તાફના મોબાઈલ માંથી પીડીએફ ફાઇલો અને સ્ક્રીનશોટ પ્રિન્ટ નંગ 174 મળી કુલ રૂ. 30,38,450 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નોંધવુ ઘટે કે આ આરોપીઓ સામે જુગાર ધારા કલમ-6 તથા સેબી નિયમોનો ભંગ, છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે.
ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસ તજવીજ કરી રહી છે.આ કેસ માત્ર જુગાર જ નહીં પરંતુ શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્કનો પણ ભાંડાફોડ ગણાય છે,જે અંકલેશ્વર વિસ્તારમા મોટી ચર્ચાનો વિષય બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Junagadh News/જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ લગાવેલા આક્ષેપને ભાજપ મંત્રીએ ફગાવ્યો

આ પણ વાંચો: Junagadh News/જુનાગઢમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાનો સરપંચનો ખુલાસો, જિલ્લા BJP મંત્રીને ટકાવારી આપવી પડે તેવી સરપંચની વેદના

આ પણ વાંચો: Junagadh News/જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ