Surendranagar News/ નિવૃત્તિમાં પણ ન ભૂલ્યા વિદ્યાર્થીઓને! છેલ્લે દિવસે વિદ્યાર્થીઓ માટે કરી એવી ભેટ કે સૌ થયા ભાવુક

Retired Teacher Gift: સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના માળોદ ગામે નિવૃત્ત શિક્ષકે પોતાના નિવૃત્તિના દિવસે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 3 AC ભેટ આપ્યા. શિક્ષણ પ્રત્યેની આ અનોખી સેવા સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની.

Gujarat Top Stories Others
Retired Teacher Gift: વઢવાણમાં નિવૃત્ત શિક્ષકની અનોખી ભેટ

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ ગામે સરકારી શાળામાં શિક્ષક (Retired Teacher Gift) તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકે પોતાના નિવૃત્તિના દિવસને અનોખી રીતે યાદગાર બનાવ્યો હતો. 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વના દિવસે ધ્વજવંદન કર્યા બાદ તેમણે શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રણ એર કન્ડિશનર (AC) ભેટ આપીને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Retired Teacher Gift: ગ્રામ્ય વિદ્યાર્થીઓને પણ આધુનિક સુવિધાનો લાભ

શિક્ષકનો ઉદ્દેશ એવો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ (Malod Village School) કરતા વિદ્યાર્થીઓને પણ શહેરોની ખાનગી શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ મળી રહે. ઘણી ખાનગી શાળાઓમાં ઊંચી ફી સાથે એર કન્ડિશનિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, ત્યારે સરકારી શાળાના બાળકો પણ વધુ સુવિધાજનક વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે આ ભેટ આપવામાં (Teacher Donates AC to School) આવી હતી.

Retired Teacher Gift: વઢવાણમાં નિવૃત્ત શિક્ષકની અનોખી ભેટ
Retired Teacher Gift: નિવૃત્ત શિક્ષકે વિદ્યાર્થીઓ માટે ભેટ આપ્યા 3 AC

સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ

નિવૃત્ત શિક્ષકે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરી હતી કે સરકારી શાળાઓમાં ઉપલબ્ધ થઈ રહેલી આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો લાભ લેવો જોઈએ. માત્ર ખાનગી શાળાઓના મોહમાં પડવાને બદલે સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે તેવો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.

ગોપાલસિંહ જાડેજા – નિવૃત્તિ થતાં શિક્ષક- માળોદ ગામ

શિક્ષકની પહેલ બની પ્રેરણાદાયી

સ્વતંત્રતા પર્વ અને નિવૃત્તિના દિવસને સેવા અને શિક્ષણ સાથે જોડીને શાળાને ત્રણ ACની ભેટ આપવાની આ પહેલ ગામ અને સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. શિક્ષકની આ ભેટથી શાળાના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને આધુનિક વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે.


આ પણ વાંચો: આઠ દિવસથી ધરણા યથાવત! સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવાનું મોટું નિવેદન

આ પણ વાંચો: દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય: પશુપાલકોને હવે રૂ.1003 પ્રતિ કિલો ફેટ, રૂ.20નો વધારો

આ પણ વાંચો: શહીદ પરિવારના આંગણે પહોંચ્યા પ્રભારી મંત્રી: વીર કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ