Dahegam News: ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધોળા દિવસે યુવકના કથિત અપહરણ (Dahegam Kidnapping)ની ઘટનાથી ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, પંકજ સોસાયટીમાંથી સાયકલ લઈને નીકળેલા યુવકને અજાણ્યા શખ્સો અલ્ટો કારમાં બળજબરીથી બેસાડી લઈ ગયા હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સાયકલ લઈને નીકળ્યો, અચાનક કાર આવી
મળતી માહિતી અનુસાર, યુવક પંકજ સોસાયટીમાંથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક અલ્ટો કાર ત્યાં આવી હતી. કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સોએ યુવકને કથિત રીતે બળજબરીથી કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ કાર સવાર શખ્સો યુવકને લઈને સ્થળ પરથી ઝડપથી નીકળી ગયા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોની ચિંતા વધારી છે.
Dahegam Kidnapping: ઘટનાસ્થળેથી યુવકની સાયકલ મળી
કથિત અપહરણ (Dahegam Kidnapping) બાદ યુવકની સાયકલ ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યાં હાજર એક સ્થાનિક મહિલાએ સમગ્ર ઘટનાને પોતાની નજરે જોઈ હોવાનો દાવો કર્યો છે. મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસની તપાસ શરૂ
ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકની સાયકલ કબજે કરી ચશ્મદીદ મહિલાનું નિવેદન નોંધ્યું છે. આ ઉપરાંત પોલીસે પંકજ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી અલ્ટો કારની ઓળખ, તેનો નંબર અને કાર કઈ દિશામાં ગઈ હતી તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. યુવકના અપહરણ (Dahegam Kidnapping) પાછળનું કારણ શું છે અને ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:વડોદરામાં બસ ડ્રાઇવરનું અપહરણ: મુસાફરો ભરવા બાબતે વિવાદ, જાનથી મારી નાખવાની ધમકી
આ પણ વાંચો:સુરતમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસનો આરોપી 15 દિવસ બાદ રાજસ્થાનથી ઝડપાયો
આ પણ વાંચો:થરા જાગીર મઠ વિવાદમાં, અપહરણ કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ સાથે ચૌધરી સમાજની SPને રજૂઆત
