Vadodara News: શહેરમાં લક્ઝરી બસના રૂટ પર મુસાફરો બેસાડવા બાબતે બે ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે વિવાદ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. કપુરાઈ ચોકડી અને આજવા બ્રિજ વચ્ચે રાધાધણી ટ્રાવેલ્સની બસના ચાલકને રસ્તામાં રોકી બોલાચાલી કર્યા બાદ સ્કોર્પિયો કારમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ (Vadodara Bus Driver Kidnapping) કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
બસ રોકીને ડ્રાઇવર સાથે કરી બોલાચાલી
ફરિયાદ મુજબ, 13 ઓગસ્ટની વહેલી સવારે રાધાધણી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કપુરાઈ ચોકડીના સર્વિસ રોડ પરથી આજવા બ્રિજ તરફ જઈ રહી હતી. આ દરમિયાન શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર પેથાભાઈ ભરવાડ સહિત કેટલાક શખસોએ સ્વિફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવી બસને રસ્તામાં અટકાવી હતી. બસ (Vadodara Bus Driver Kidnapping) રોક્યા બાદ ચાલક સાથે મુસાફરો બેસાડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
Vadodara Bus Driver Kidnapping: ચોક્કસ રૂટ પર બસ નહીં ચલાવવાની ધમકી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ચાલકને ધારસીમેલ, કુકરડા, તણખલા, ખરગડા, દેવલીયા, તિલકવાડા અને ડભોઈથી સૌરાષ્ટ્ર-ગાંધીધામ તરફના રૂટ પર તેમની લક્ઝરી બસો (Vadodara Bus Driver Kidnapping) દોડતી હોવાનું જણાવ્યું હતું. આ રૂટ પર રાધાધણી ટ્રાવેલ્સની બસ ચલાવી મુસાફરો બેસાડવા નહીં અને ફરીથી બસ લઈને આ વિસ્તારમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આજવા બ્રિજ પાસેથી સ્કોર્પિયોમાં બેસાડી અપહરણનો આક્ષેપ
વિવાદ દરમિયાન ચાલકને આજવા બ્રિજ નજીકથી બળજબરીપૂર્વક પકડી સ્કોર્પિયો કારમાં બેસાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કારમાં લઈ જતી વખતે ગાળો આપી ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદ છે. આરોપીઓએ બાદમાં ચાલકને કપુરાઈ ચોકડી પાસે કારમાંથી ઉતારી દીધો હતો. કારમાંથી ઉતારતી વખતે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર સહિત સામે ફરિયાદ
સમગ્ર ઘટનાને લઈને રાધાધણી ટ્રાવેલ્સના ચાલકે શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર પેથાભાઈ ભરવાડ સહિત કારમાં સવાર અન્ય અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બસ (Vadodara Bus Driver Kidnapping) રૂટ પર મુસાફરો બેસાડવાના વિવાદને પગલે બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસનો આરોપી 15 દિવસ બાદ રાજસ્થાનથી ઝડપાયો
આ પણ વાંચો:બનાસકાંઠા દેવ દરબાર જાગીર મઠ કેસ: મહંત બળદેવગિરીની અટકાયત, અજમલ ચૌધરી અપહરણ-લૂંટ કેસમાં પૂછપરછ શરૂ
