Banaskantha News/ બનાસકાંઠામાં પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 13 પશુઓને પાંજરાપોળ મોકલાયા

ડીસા (Deesa)દક્ષિણ પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી એક ટ્રક ઝડપી (Animal Laden Truck Seized)પાડી છે

Gujarat Others
ડીસા (Deesa)દક્ષિણ પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી એક ટ્રક ઝડપી (Animal Laden Truck Seized)પાડી છે

Banaskantha News : ડીસા (Deesa)દક્ષિણ પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી એક ટ્રક ઝડપી (Animal Laden Truck Seized)પાડી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી કુલ 13 પશુઓ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા છે.

પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભેંસ, પાડા અને પાડી સહિતના 13 પશુઓ ભરેલા મળી આવ્યા હતા.

પોલીસે તમામ પશુઓને સુરક્ષિત રીતે ઉતારી પાંજરાપોળ (13 Animals Rescued)માં મોકલી આપ્યા છે. જ્યારે ટ્રક ચાલકને અટકાયતમાં લઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પશુઓને કયા સ્થળેથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા સ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો : સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો : અમદાવાદ : ધંધુકા પોલીસે કતલખાને લઈ જવાતા 20 ગૌવંશને બચાવ્યા

આ પણ વાંચો : જોડીયામાંથી ગેરકાયદે પશુઓને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું