Ahmedabad News : ધંધુકામાં પોલીસે કતલખાને લઈ જવાતા 20 ગૌવંશને બચાવી લીધા છે. પોલીસે માહિતીને આધારે મળવતવાડા વિસ્તારમાં દરોડો પાડીને આ અબોલ પશુઓને બચાવ્યા હતા. જોમાં પોલીસે પાડી ડેલામાં બાંધી રખાયેલ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા આ પશુઓને ધંધુકા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પોલીસે આ સંદર્ભે ઈબ્રાહિમ ચોપડા અને અભરામ મસ્તાન સામે ગુનો દાખલ કર્યો છે. તે સિવાય પોલીસે પશુઓની કતલ માટે વપરાતા સાધનો કબજે કર્યા હતા. પોલીસે અહીંતી મોબાઇલ સહિત રૂ. 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત પોલીસે મળવતવાડામાંથી 12 બોટલ વિદેશી દારૂ પણ ઝડપી લીધો હતો. જેને પગલે પોલીસે શબ્બીર પટેલ સામે પણ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….
આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!
