Jamnagar News : જામનગરમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રહી હતી. જેમાં 40 દુકાનો સહીત 331 બાંધકામો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બાંધકામ દૂર કરીને ત્યાં રોડ બનાવવામાં આવશે. જેમાં મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ બનાવવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન ગઈકાલે 40 ઉપરાંત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કામગીરી ચાલી રહી છે. જેમાં હિટાચી અને જેસીબી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ 48 હજાર ચોમી જગ્યા ખુલ્લી થશે. બાંધકામ દૂર કર્યા બાદ 12 મીટર પહોળાઈ ધરાવતો રોડ બનાવવામાં આવશે.
આ પણ વાંચો:વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની કુલ જોગવાઇ કરવામાં આવી
આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક
આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન
