Gujarat News/ રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન

રેત ખનન માફિયા બેફામ બન્યા છે. નદીના પટમાંથી રેતી ચોરવાનું મોટાપાયે કૌભાંડ થઈ રહ્યું છે. રાજ્યમાં અનેક સ્થાનો પર રેત ખનન થઈ રહ્યું છે.

Top Stories Gujarat Others

Gujarat News: રાજ્યમાં રેત ખનન માફિયા બેફામ બન્યા છે. નદીના પટમાંથી રેતી ચોરવાનું મોટાપાયે કૌભાંડ થઈ રહ્યું છે. રાજ્યમાં અનેક સ્થાનો પર રેત ખનન થઈ રહ્યું છે. અને વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ જેવા રેત ખનન માફિયા બેખોફ બની કારોબાર કરે છે. વડોદરામાં દેરોલી, હિરજીપુરા, ચાણોદ, કરનાળી, શિનોર, માલસર અને દિવેર સ્થાનો પર મોટાપાયે રેત ખનન થઈ રહ્યું છે. અનેક વખત મીડિયા અને સમાચારોમાં રેત ખનન માફિયાની દાદાગીરને લઈને અહેવાલો પ્રસિદ્ધ થયા છે. નદીના પટમાંથી કરાતું રેત ખનન મનુષ્ય જીવન અને પર્યાવરણ માટે વધુ નુકસાનકારક છે. લોકો અને વહીવટીતંત્રણ પણ આ સામાન્ય બાબત જાણતા હોવા છતાં રેત ખનન કરનાર માફિયાઓ બેફામ બની કારોબાર કરી રહ્યા છે.

રેત ખનન માફિયાની દાદાગીરી

હાલમાં ડંફાસો મારો રેત ખનન માફિયા વિક્રમસિંહ વાઘેલા બેનકાબ થયો. કેમેરા સમક્ષ ખોઠી ઓળખ આપી બોગસ આરોપ લગાવ્યા હતા પરંતુ સ્થાનિકો દ્વારા જ તેમની ઓળખ કરાતાં આરોપીઓનું જૂઠ્ઠાણું ઝડપાયું. મંતવ્ય ન્યૂઝ જ્યારે આ મામલે સ્થાનિકો સાથે વાતચતીત કરી ત્યારે ખનન માફિયાઓની કરતૂતો કેમેરા સામે બેનકાબ કરી. આ માફિયાઓ પોતાને રેતી ચોરીના કિંગ કહેતા વિશાલ ભરવાડ-વિક્રમસિંહ વાઘેલા ઉર્ફે જીગો પોતાને લીગલ કોન્ટ્રાક્ટર બતાવતા હતા. પરંતુ કેમેરા સામે જ રેત ખનન માફિયાનું જૂઠ્ઠાણું પકડાયું.
ખનન માફિયાઓ સામે જ્યારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તેમના પર હુમલા કરાય છે. ખાન ખનીજ વિભાગના અધિકારી પર ઓગસ્ટ 2023માં હુમલો થયો હતો. અને આ હુમલાને લઈને ઘાયલ સરકારી અધિકારીએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ આ હુમલાના મુખ્ય સૂત્રધાર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો કે અધિકારીને ફરિયાદ બાદ પણ વિશાલ અને વિક્રમસિંહની જોડી બેખોફ કરે છે અને ગેરકાયદે રેતી ખનન..! આવા માફિયાઓને કોણ પોષી રહ્યું છે મોટો સવાલ છે ? કેમ વિશાલ ભરવાડ-વિક્રમસિંહ વાઘેલા તંત્રને ગાંઠતા નથી..! ઉપરાંત તેઓ ધમકી આપે છે કે આણંદમાં બંધ થશે પણ વડોદરામા તો ચાલુ રહેશે “કોઈ અધિકારીની હિંમત નથી રેતી ખનન બંધ કરાવવાની”

રેત ખનનથી નુકસાન

નદીમાં રાત-દિવસ ગેરકાયદેસર રેતીની ચોરીનો કારોબાર થાય છે. રેત ખનનથી નદીને તો નુકસાન થાય છે પરંતુ જળચર પ્રાણીઓના જીવને પણ જોખમ વધ્યું છે. આજે રેતીનો સૌથી મોટો ઉપયોગ બાંધકામ થાય છે. પરંતુ આ ઉપરાંત સામાન્ય વપરાશ બનેલ એવા કાચ, માઈક્રોચિપ્સ, સોલાર પેનલ, ટૂથપેસ્ટ અને મોબાઈલ જેવી વસ્તુ માટે પણ થાય છે. આજે ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો જમાનો છે અને આ ગેજેટસમાં વપરાતી સિલિકોન ચીપના વપરાશ માટે રેતીની જરૂર પડે. કારણ કે સિલિકોન ચીપ રેતીમાંથી બને છે. જો નદીના પટમાંથી આ રેતી લઈ લેવામાં આવશે તો જમીન નબળી પડશે અને જે તે વિસ્તારમાં વરસાદ સમયે ત્યાં પાણીનું રોકાણ ના થતા પૂરના પ્રકોપની સંભાવના વધુ રહેશે. રેતી ખનન સાથે પ્રદૂષણ પણ વધે છે. પ્રદૂષણ વધતા આસપાસના લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત આવા અનેક રેત ખનના ગેરલાભો છે જે માનવ જીવન અને પર્યાવરણ માટે તબાહી લાવી શકે છે. નદીના પટમાં થઈ રહેલ રેત ખનન પર કયારે અંકુશ આવશે. કુદરતી સંપતિને નુકશાન કરનારા માફિયા પર ક્યારે ચાલશે કાયદાનો કોરડો ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં યૂટ્યુબર નીકળ્યો સિરિયલ કિલર, 4ની હત્યા બાદ 5માંની તૈયારી…

આ પણ વાંચો:અડધી રાત્રે અર્ધ નગ્ન અવસ્થામાં કરી રહ્યા હતા તાંત્રિક વિધિ, બેગમાંથી એવી વસ્તુ કાઢી…

આ પણ વાંચો:પિતા બીમાર હતા, તાંત્રિક 12 વર્ષની બાળકીને છેતરીને સ્મશાનમાં લઈ ગયો; જાણો પછી શું થયું ?