ED Action Against FIEWIN/ ભારત વિરુદ્ધ ચીનના મોટા ષડયંત્રનો EDએ કર્યો પર્દાફાશ, દેશની અર્થવ્યવસ્થાને નબળી બનાવવાનો પ્રયાસ

EDએ ઓનલાઈન ગેમ્સ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાના ચીનના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે ચીનથી 400 કરોડ રૂપિયા ભારત પહોંચ્યા છે. EDએ આ કેસમાં ચાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરી હતી.

Top Stories India Breaking News

ED Exposed China Big Conspiracy: EDએ એક ઓનલાઈન ગેમિંગ એપ સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, EDએ ઓનલાઈન ગેમિંગ એપ FIEWIN ના ચીની નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે. મળતી માહિતી મુજબ EDએ લગભગ 25 કરોડ રૂપિયાના ક્રિપ્ટો એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે ચીનથી 400 કરોડ રૂપિયા ભારત પહોંચ્યા છે. EDએ આ કેસમાં ચાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરી હતી.

ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું હતું ષડયંત્ર

EDની તપાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં આ ગેપિંગ એપ દ્વારા ચીનના મૂળના નાગરિકોએ ભારતમાં મોટો ધંધો કર્યો અને લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ પૈસા ચીન મોકલ્યા. ચીનના 400 કરોડ રૂપિયાની ગેમિંગ એપના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ચીન પર ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે.

માહિતી અનુસાર, ઓગસ્ટમાં, EDએ યુઝ્સ પાસેથી $ 4.75 કરોડ (લગભગ 400 કરોડ રૂપિયા)ના કથિત કૌભાંડમાં ફીવિન સાથે સંકળાયેલા ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. આ રકમ ક્રિપ્ટોકરન્સી એસેટ્સ અને ડિજિટલ વોલેટ દ્વારા લોન્ડર કરવામાં આવી હતી. Binance દાવો કરે છે કે તેના ઇન્ટેલિજન્સ યુનિટે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી જેણે આ છેતરપિંડીના નેટવર્કને ઉજાગર કરવાનું અને ભંડોળને શોધી કાઢવાનું સરળ બનાવ્યું હતું.

ઇડી એ આ કેસમાં ચાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરી છે. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેમિંગ એપ દ્વારા ચીની મૂળના નાગરિકોએ ભારતમાં ધૂમ મચાવી છે અને લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોલકાતા ડોક્ટર કેસમાં આરોપી સંદિપ ઘોષના ઘરે EDના દરોડા

આ પણ વાંચો:ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારી આલોક રંજને કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

આ પણ વાંચો:Bedમાં કરવો પડે છે સમસ્યાનો સામનો, નથી મળતો પાર્ટનરને સંતોષ, કરો આ 7 મિનિટની કસરત