Not Set/ દેશમાં 24 એવા રાજ્યો છે જ્યા 18 થી વધુ ઉંમરનાં લોકોને મફતમાં લાગશે કોરોનાની વેક્સિન

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. લોકોને જલ્દીથી જલ્દી વેક્સિન લગાવવાની યોજના પર રાજ્યોની સરકારો તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, દેશમાં 1 મે થી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે…

Top Stories India

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. લોકોને જલ્દીથી જલ્દી વેક્સિન લગાવવાની યોજના પર રાજ્યોની સરકારો તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, દેશમાં 1 મે થી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે આ દિવસથી 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને કોરોના રસી આપવાનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે.

પોઝિટીવ ન્યૂઝ / ખેડૂતે પુત્રીના લગ્ન માટે બચાવ્યા હતા 2 લાખ રૂપિયા, ઓક્સિજન કોન્સેન્ટર્સ ખરીદવા માટે આપ્યા દાન

તેમ છતાં આ વયનાં લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે નહીં, પરંતુ દેશમાં 24 રાજ્યો એવા છે કે તેઓએ જાહેરાત કરી છે કે તેઓ 18 વર્ષથી વધુની વયનાં લોકોને વિના મૂલ્યે કોવિડ રસી આપશે. દેશમાં અત્યાર સુધીમાં 14.19 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આ તમામ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોરોનાનાં વધતા જતા ગ્રાફની વચ્ચે હવે 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસીનો ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ભારતમાં કોરોનાનાં નવા કેસ અને મૃત્યુનાં મામલામાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સોમવારે ભારતમાં 3.52 લાખ નવા કેસ નોંધાયા હતા અને 2,812 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સતત પાંચમાં દિવસે 3 લાખથી વધુ કેસ અને 2 હજારથી વધુ મોત નોંધાયા છે.

મોટા સમાચાર / Covid-19 થી બનેલી ખરાબ પરિસ્થિતિ પર આજે SC કરશે સુનાવણી, કેન્દ્ર સરકારે ફાઇલ કરવાનો છે જવાબ

કોરોનાનાં વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારો એલર્ટ મોડમાં આવી ગઈ છે અને 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને મફત રસીની ઘોષણા કરી રહી છે. અત્યાર સુધી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, ગોવા, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાખંડે આ રસી નિઃશુલ્ક લાગવવાની જાહેરાત કરી છે. આ 24 રાજ્ય સરકારોએ તમામ લોકો માટે મફત રસીની જાહેરાત કરી છે, જ્યારે કેટલાકએ જાહેરાત કરી છે કે મફત રસી ફક્ત 18 થી 45 વર્ષની વયનાં લોકોને જ ઉપલબ્ધ થશે. આમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ, કર્ણાટક, ઝારખંડ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 18 થી 45 વર્ષની વયનાં લોકોને કોવિડ રસી વિના મૂલ્યે આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રસીકરણનાં વધુ ડોઝનો રસીકરણ અભિયાન માટે આદેશ અપાયો છે.