Alok Ranjan/ ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારી આલોક રંજને કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં તૈનાત એક અધિકારી આલોક કુમાર રંજનએ મંગળવારે સાંજે સાહિબાબાદ રેલવે સ્ટેશન પાસે આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 08 21T075021.198 ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારી આલોક રંજને કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

Alok Ranjan News: દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં તૈનાત એક અધિકારી આલોક કુમાર રંજનએ મંગળવારે સાંજે સાહિબાબાદ રેલવે સ્ટેશન પાસે આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. આલોક ભ્રષ્ટાચારના એક કથિત કેસમાં ED અને CBI દ્વારા તપાસ હેઠળ હતા. 7 ઓગસ્ટે EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહની CBI દ્વારા 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

CBIએ દાવો કર્યો હતો કે એક ફરિયાદીએ દાવો કર્યો હતો કે સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈએ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપની ધરપકડ કરી હતી. આ પૈસા મુંબઈના એક જ્વેલર પાસેથી લેવાઈ રહ્યા હતા. EDએ એ જ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા, જ્યારે સંદીપ તે ટીમનો ભાગ હતો. FIRમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર આલોકનું નામ પણ હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં EDએ CBI FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC તરફથી મોદી સરકારને મળ્યો ઝટકો, આલોક વર્માને ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય કર્યો રદ્દ

આ પણ વાંચો:આલોક વર્માની પીટીશન પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

આ પણ વાંચો:ડાયરેક્ટર આલોક વર્માને લઈને આજે સુપ્રીમ કોટમાં સુનવણી