Not Set/ CBI ધમાસાણ : SC તરફથી મોદી સરકારને મળ્યો ઝટકો, આલોક વર્માને ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય કર્યો રદ્દ

નવી દિલ્હી, લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલત તરફથી સરકારને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ હવે આલોક વર્મા CBIના ચીફ બની રહેશે. જો […]

Top Stories India Trending

નવી દિલ્હી,

લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલત તરફથી સરકારને ઝટકો મળ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ હવે આલોક વર્મા CBIના ચીફ બની રહેશે. જો કે તેઓ આ દરમિયાન કોઈ નીતિગત નિર્ણય કરી શકશે નહિ.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “સરકાર પાસે કાયદા હેઠળ CBIના ચીફ આલોક વર્માને રજા પર મોકલવાનો કોઈ નિર્ણય નથી. આ નિર્ણય માત્ર સિલેક્ટ કમિટી પાસે જ છે. આ હાઈ પાવર કમિટીમાં પ્રધાનમંત્રી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લોકસભાના નેતા વિપક્ષ હશે”.

કોર્ટે વધુમાં ઉમર્યું, “આ કમિટી આલોક વર્મા અંગે એક સપ્તાહની અંદર જ કાર્યવાહી કરવાને લઈ પોતાનો નિર્ણય લે”.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, આલોક વર્માને CBIના ચીફ બનાવ્યા બાદ પણ તેઓ કોઈ પણ નીતિગત નિર્ણય લઇ શકશે નહિ. આગળ પણ આ પ્રકારના મોટા મામલાઓમાં ઉચ્ચ સ્તરીય કમિટી જ નિર્ણય કરશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, CBIના ટોચના ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ૨ ઓફિસર રાકેશ અસ્થાના વચ્ચે શરુ થયેલા ઘમાસાણ બાદ સરકાર દ્વારા ગત વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ નાગેશ્વરને અસ્થાયી રૂપે CBIના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા ગત વર્ષે ૬ ડિસેમ્બરના રોજ આલોક વર્માની પીટીશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્મા, કેન્દ્ર સરકાર, CVC (ચીફ વિજીલન્સ કમિશન) અને અન્યની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ ઉપરાંત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે એમ જોસેફની ખંડપીઠ દ્વારા CBIની ગરિમા બનાવી રાખવાના હેતુથી CVCને એજન્સીના અધિકારીઓ પર લગાવેલા આરોપોની તપાસ બે સપ્તાહમાં પૂરી કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં આપવા માટે નિર્દેશ આપ્યો હતો.