Rajkot News/ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સંડોવાયેલા મનસુખ સાગઠિયા સામે EDએ દાખલ કર્યો કેસ

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડની કરુણાંતિકામાં સંડોવાયેલા ભૂતપૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પર હવે ED ત્રાટકી છે. તેણે તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Fire Tragedy) મામલે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)ની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની સામે આવક કરતાં વધુ મિલકત એટલે કે અપ્રમાણસર મિલકત બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇડીના જ આંકડા મુજબ તેમની પાસે 24.31 કરોડની વધારાની મિલકત હોવાનું માલૂમ પડ્યુ હતુ. હવે આ જ મનસુખ સાગઠિયા હાલમાં જામીન પર મુક્ત છે. આગામી દિવસોમાં ઇડી તેમની સામે વધુ પગલાં લે તેમ મનાય છે. ઘણાનું કહેવું છે કે જો ઇડી બરોબર તપાસ કરે તો તેમની પાસે હજી પણ ઘણી અઘોષિત આવક મળી શકે છે.

Mansukh Sagathiaની મુશ્કેલીમાં વધારો, EDએ કર્યો કેસ
Mansukh Sagathiaની મુશ્કેલીમાં વધારો, EDએ કર્યો કેસ

 મનસુખ સાગઠિયા પર EDનો સકંજો

મનસુખ સાગઠિયા તેમણે દર્શાવેલી બેદરકારીએ 27ના ભોગ લીધા, રાજકોટ મનપાને કાળી ટીલી લાગી, તેમને લાંચ કાડે રાજકોટ મનપાને બદનામ કર્યુ. તેના બદલામાં તેમની ધરપકડ થઈ અને આજે તે બે કે ત્રણ વર્ષ પછી જામીન પર ખુલ્લેઆમ બહાર ફરતા હતા. સુપ્રીમ કોર્ટે તેમના જામીન ગયા વર્ષે મંજૂર કર્યા હતા.

Mansukh Sagathiaની મુશ્કેલીમાં વધારો, EDએ કર્યો કેસ
Mansukh Sagathiaની મુશ્કેલીમાં વધારો, EDએ કર્યો કેસ

સુપ્રીમ કોર્ટે Mansukh Sagathiaને જામીન પર મુક્ત કર્યા

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં આરોપી મનસુખ સાગઠિયા વતી, તેમના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં કુલ 365 સાક્ષીઓ છે, જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે. આરોપી છેલ્લા 15 મહિનાથી જેલમાં છે અને આ કેસમાં ટ્રાયલ માત્ર એક મહિના પહેલા જ શરૂ થઈ છે. આ ઉપરાંત, એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જો આ કેસમાં સંડોવાયેલા એટીપીને જામીન આપવામાં આવે છે, તો ટીપીઓને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ અને આ સાથે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતે દોઢ મહિના પહેલા ઇલેશ ખેરને જામીન પર મુક્ત કર્યા હતા, જે મ્યુનિસિપલ અધિકારી પણ હતા, તો મનસુખ સાગઠિયાને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

રાજકોટના નાના માવા રોડ પર સ્થિત TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકો મૃત્યુ પામ્યા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા, જેના સંદર્ભમાં પોલીસે ફરિયાદી બનીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ, ત્રણ માળનું માળખુ પણ સીડી એક

આ પણ વાંચો: TRP ગેમ ઝોન કેસમાં મનસુખ સાગઠિયાને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટ માંથી મળી રાહત