Indian Railways News 2026: ભારતીય રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ રેલવેની 3 મોટી પરિયોજનાઓને મંજૂરી આપી છે. અંદાજે 23,437 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ્સથી દેશના 6 રાજ્યોના 19 જિલ્લાઓને સીધો ફાયદો થશે.
કયા રૂટ પર બનશે નવી રેલ લાઇન?
આ પ્રોજેક્ટ હેઠળ દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર ત્રીજી અને ચોથી રેલ લાઇન નાખવામાં આવશે:
નાગદા-મથુરા સેક્શન
ગુંતકલ-વાડી સેક્શન
બુરહવાલ-સીતાપુર સેક્શન
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ ત્રણેય સેક્શન હાલમાં ક્ષમતા કરતા વધુ વ્યસ્ત છે. નવી લાઈનો (Railway) બનવાથી ટ્રેનોની અવરજવર ઝડપી બનશે અને વેઈટિંગ લિસ્ટમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. આ પરિયોજનાઓ PM Gati Shakti National Master Plan હેઠળ તૈયાર કરવામાં આવી છે.
6 રાજ્યોના 83 લાખ લોકોને મળશે લાભ (Railway)
આ વિસ્તરણથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કુલ 19 જિલ્લાઓની કનેક્ટિવિટી સુધરશે.
નેટવર્ક: લગભગ 901 કિલોમીટર સુધી રેલવે નેટવર્કનો વિસ્તાર થશે.
વસ્તી: અંદાજે 4,161 ગામડાઓની 83 લાખથી વધુ વસ્તીને આધુનિક રેલ (Railway) સુવિધાનો લાભ મળશે.
ધાર્મિક અને પ્રવાસન સ્થળોનો વિકાસ
નવી રેલ લાઈનો બનવાથી દેશના પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવું સરળ બનશે. જેમાં મહાકાલેશ્વર મંદિર, રણથંભોર નેશનલ પાર્ક, કેવલાદેવ નેશનલ પાર્ક, મથુરા-વૃંદાવન અને નૈમિષારણ્ય જેવા મહત્વના સ્થળો સામેલ છે. આનાથી સ્થાનિક રોજગારી અને પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે.
પર્યાવરણ અને અર્થતંત્રને ફાયદો
માલસામાનની હેરફેર માટે પણ આ રૂટ અત્યંત મહત્વના છે. કોલસો, સિમેન્ટ અને અનાજ જેવા ઉત્પાદનોની હેરફેર વધવાથી દર વર્ષે 6 કરોડ ટન વધારાની માલસામાનની હેરફેર થઈ શકશે.
તેલની બચત: તેલની આયાતમાં અંદાજે 37 કરોડ લીટરનો ઘટાડો થશે.
કાર્બન ઉત્સર્જન: કાર્બન ઉત્સર્જનમાં 185 કરોડ કિલોગ્રામનો ઘટાડો થશે, જે લગભગ 7 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.
આ પણ વાંચો:ટ્રેનના છેલ્લા કોચ પર ‘X’ કેમ લખેલું હોય છે? 90% મુસાફરોને આ ખાસ ચિહ્નનો અર્થ ખબર નથી
આ પણ વાંચો: Bullet Train મેટ્રોની જેમ પીક અવર્સમાં દર 15-20 મિનિટે મળશે


