World News/ ઓમાનના દરિયાકાંઠે તેલ ટેન્કર ફસાયું, 2,000 ચોરસ કિમી વિસ્તારમાં ક્રૂડ ઓઈલ ફેલાયું

Omanના દરિયાકાંઠા પાસે રશિયન ક્રૂડ ઓઈલ ભરેલું ટેંકર ફસાવાથી સમુદ્રમાં 2,000 વર્ગ કિમી સુધી ઓઈલ ફેલાઈ ગયું છે. દરિયાઈ જીવો માટે મોટું જોખમ સર્જાયું છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories World
Oman

Oman Coast Oil Tanker Spill Russian Crude News: ઓમાનના(Oman) દરિયાકાંઠા નજીક એક ઓઈલ ટેન્કર ફસાયા બાદ સમુદ્રમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ લીક થયું છે. અહેવાલો અનુસાર, ટેન્કરમાં અંદાજે 8 લાખથી 10 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઈલ ભરેલું હતું. સેટેલાઇટ તસવીરોમાં સમુદ્રની સપાટી પર ફેલાયેલો તેલનો મોટો વિસ્તાર જોવા મળ્યો છે.

Oman

થોડા જ દિવસોમાં તેલનો ફેલાવો વધ્યો

આ ઘટના ઓમાનના(Oman) કાબિલિયાહ ટાપુ નજીક બની હોવાનું જણાવવામાં આવે છે. ટેન્કર ફસાયા બાદ તેમાંથી ક્રૂડ ઓઈલ બહાર આવવા લાગ્યું હતું. શરૂઆતમાં અસરગ્રસ્ત વિસ્તાર નાનો હતો, પરંતુ ત્યારબાદ તે ઝડપથી વધ્યો. રિપોર્ટ મુજબ, 7 ઓગસ્ટ સુધી લગભગ 800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં તેલ ફેલાયું હતું, જ્યારે 14 ઓગસ્ટ સુધી આ વિસ્તાર વધીને લગભગ 2,000 ચોરસ કિલોમીટર થઈ ગયો હતો.

દરિયાઈ જીવસૃષ્ટિ માટે મોટો ખતરો

તેલ જે વિસ્તારમાં ફેલાયું છે તે દરિયાઈ જીવસૃષ્ટિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં હમ્પબેક વ્હેલ, દરિયાઈ કાચબા અને વિવિધ પ્રકારના દરિયાઈ પક્ષીઓ જોવા મળે છે. સમુદ્રની સપાટી પર ફેલાયેલું ક્રૂડ ઓઈલ આવા જીવોના જીવન અને તેમના ખોરાકના વિસ્તારોને નુકસાન પહોંચાડી શકે છે. જો તેલ દરિયાકિનારા સુધી પહોંચશે તો રેતી અને અન્ય તટીય વિસ્તારોને પણ અસર થવાની શક્યતા છે.

Oman

પવન અને દરિયાઈ પ્રવાહથી વધી શકે છે અસર

હાલ ઓમાન(Oman) નજીક ચોમાસાની સ્થિતિ હોવાથી પવન અને દરિયાઈ પ્રવાહને કારણે તેલ વધુ વિસ્તારોમાં ફેલાવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આશરે 40 કિલોમીટર લાંબા તટીય વિસ્તાર પર તેની અસર થવાની શક્યતા જણાવવામાં આવી છે. બચાવ અને સફાઈ ટીમો સમુદ્રમાં ફેલાયેલા તેલને નિયંત્રિત કરવા તેમજ ટેન્કરમાંથી વધુ તેલ બહાર ન આવે તે માટે કામગીરી કરી રહી છે. જોકે, સમુદ્રની મુશ્કેલ સ્થિતિને કારણે આ કામગીરી પડકારજનક બની છે. હાલમાં સૌથી મોટો પડકાર ટેન્કરને સુરક્ષિત કરવો અને તેલનો વધુ ફેલાવો અટકાવવાનો છે. જો લીકેજ ચાલુ રહેશે, તો ઓમાનના દરિયાઈ પર્યાવરણ અને તટીય વિસ્તારોને વધુ નુકસાન થવાની આશંકા છે.


આ પણ વાંચો:ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકી નૌસેનાની સપ્લાય લાઇનમાં મોટો ફેરફાર

આ પણ વાંચો:250 દિવસથી સમુદ્રમાં ફસાયેલા સૈનિકોની હાલત દયનીય; જહાજમાં ખાવા માત્ર અડધો કપ ચોખા મળ્યા

આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકનના સૈનિકોમાં માનસિક તણાવની ચર્ચા, પરિવારોએ ઉઠાવ્યા ગંભીર સવાલ