World News/ 250 દિવસથી સમુદ્રમાં ફસાયેલા સૈનિકોની હાલત દયનીય; જહાજમાં ખાવા માત્ર અડધો કપ ચોખા મળ્યા

Us Military Ship પર લાંબી તૈનાતીથી ત્રસ્ત 6 અમેરિકી સૈનિકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જહાજ પર પાયાની સુવિધાઓનો અભાવ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories international World
Us Military Ship

US Warship USS Abraham Lincoln Sailors Mental Crisis News:  અમેરિકાના યુદ્ધજહાજ USS Abraham Lincoln (Us Military Ship)પર લાંબા સમયથી તહેનાત નૌસૈનિકોની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અહેવાલો અનુસાર, જહાજ પર ફરજ બજાવતા કેટલાક સૈનિકો લાંબી તહેનાતી અને સતત લશ્કરી કામગીરીના કારણે માનસિક તેમજ શારીરિક દબાણનો સામનો કરી રહ્યા છે. નેવી ટાઈમ્સના અહેવાલ મુજબ, જહાજ પર તૈનાત છ અમેરિકન સૈન્યકર્મીઓએ સમુદ્રમાં કૂદવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાઓએ સૈનિકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વધારી છે.

250થી વધુ દિવસથી સમુદ્રમાં

Us Military Ship લગભગ નવ મહિનાથી તહેનાત છે. જહાજ 21 નવેમ્બર 2025ના રોજ સાન ડિએગોથી રવાના થયું હતું. શરૂઆતમાં તેને પ્રશાંત વિસ્તારમાં મોકલવાનું આયોજન હતું, પરંતુ મધ્ય-પૂર્વની બદલાયેલી પરિસ્થિતિ બાદ તેની તહેનાતી પશ્ચિમ એશિયા તરફ કરવામાં આવી. મૂળ યોજના પ્રમાણે મિશન મે મહિનામાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કામગીરી વારંવાર લંબાવવામાં આવી. પરિણામે જહાજ પર રહેલા લગભગ 5,000 સૈનિકો લાંબા સમયથી પોતાના પરિવારથી દૂર છે.

Us Military Ship

જહાજની સુવિધાઓ અંગે ફરિયાદો

લાંબી તહેનાતી ઉપરાંત જહાજ(Us Military Ship) પરની દૈનિક સુવિધાઓ અંગે પણ ફરિયાદો સામે આવી છે. કેલિફોર્નિયાના સાંસદ માઈક લેવિને દાવો કર્યો છે કે કેટલાક વિસ્તારોમાં શાવર અને શૌચાલયની સમસ્યા હતી, જ્યારે લોન્ડ્રીની સુવિધા પણ લાંબા સમય સુધી અસરગ્રસ્ત રહી હતી. કેટલાક સૈનિકોને ગરમ પાણીની મુશ્કેલી પડી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ખોરાક અને સાબુ, ટૂથપેસ્ટ તથા અન્ય જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા અંગે પણ ફરિયાદો કરવામાં આવી છે.

રક્ષા મંત્રીએ દાવાઓ નકાર્યા

જોકે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે જહાજ પર ખરાબ સ્થિતિ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે આવા દાવાઓને ખોટા ગણાવ્યા છે. બીજી તરફ, સાંસદ માઈક લેવિને સરકારની ટીકા કરતાં કહ્યું કે દેશની સેવા કરી રહેલા સૈનિકોને(Us Military Ship) ઓછામાં ઓછી મૂળભૂત સુવિધાઓ તો મળવી જ જોઈએ.

પરિવારજનો પણ ચિંતિત

સાન ડિએગોમાં આશરે 200 સૈનિકોના પરિવારજનોની બેઠક યોજાઈ હતી. અહીં પરિવારોએ લાંબી તહેનાતીના કારણે તેમના સગાંસંબંધીઓ પર પડી રહેલી અસર અંગે ચિંતા વ્યક્ત કરી. એક પરિવારજનના જણાવ્યા અનુસાર, તેમના પતિએ મેસેજ દ્વારા પોતાની માનસિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અન્ય પરિવારોએ પણ નૌકાદળના નેતૃત્વ પરનો વિશ્વાસ ઘટી રહ્યો હોવાની ફરિયાદ કરી. આ સમગ્ર મામલે એક તરફ સૈનિકોના પરિવારજનો અને કેટલાક અધિકારીઓ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ અમેરિકન નૌકાદળ અને રક્ષા વિભાગે જહાજ(Us Military Ship) પરની પરિસ્થિતિ અંગે કરવામાં આવેલા કેટલાક દાવાઓને નકારી કાઢ્યા છે. તેથી USS Abraham Lincoln પર લાંબી તહેનાતી અને સૈનિકોના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.


આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકનના સૈનિકોમાં માનસિક તણાવની ચર્ચા, પરિવારોએ ઉઠાવ્યા ગંભીર સવાલ

આ પણ વાંચો:ઇરાકમાંથી અમેરિકી સૈન્ય હંમેશા માટે પરત ફરશે; 30 સપ્ટેમ્બરે પૂરી થશે 23 વર્ષની હાજરી

આ પણ વાંચો:અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ