Ahmedabad News/ મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી, બે પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદના દરિયાપુર Manpasand Gymkhana માં SMC ની રેડ બાદ PI અને PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AMC દ્વારા બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરી જીમખાનું સિલ કરાયું છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Manpasand Gymkhana

Ahmedabad Manpasand Gymkhana Raid case:  અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના(Manpasand Gymkhana) ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કર્યા છે. બંને અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ત્યારબાદ દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે.

હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

2 ઓગસ્ટે SMCએ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના મનપસંદ જીમખાના(Manpasand Gymkhana) ક્લબમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન 187 જુગારીઓ ઝડપાયા હતા અને મોટી માત્રામાં મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા હતા.

8 ઓગસ્ટે AMCએ Manpasand Gymkhanaને સીલ કર્યું

મનપસંદ જીમખાના(Manpasand Gymkhana) સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી હતી. અગાઉ બિનઅધિકૃત બાંધકામ અંગે કાર્યવાહી થયા બાદ ફરી તપાસમાં મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મિલકતનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.મંજૂર નકશા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, જ્યારે ઉપરના માળ રહેણાંક માટે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, મંજૂર ઉપયોગથી વિરુદ્ધ જીમખાના તરીકે પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા 8 ઓગસ્ટે AMCએ મનપસંદ જીમખાનાને સીલ કરી દીધું હતું.

ગોવાના કેસિનો જેવો માહોલ હોવાનો દાવો

તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, ક્લબમાં ગોવાના કેસિનો જેવો માહોલ બનાવીને હાઈપ્રોફાઈલ જુગાર રમાડવામાં આવતો હોવાનો આરોપ છે. મેમ્બરશીપ, કોડવર્ડ અને નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હોવાની પણ માહિતી સામે આવી હતી. ક્લબમાં કુલ 22 ટેબલ ભાડે આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

2021માં પણ થઈ હતી કાર્યવાહી

આ મામલો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. 2021માં SMCની રેડ દરમિયાન અહીંથી 183 જુગારીઓ ઝડપાયા હતા અને અંદાજે રૂ.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સમયે પણ બેદરકારી બદલ દરિયાપુરના તત્કાલીન PI, PSI સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર SMCની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને બે પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો :મનપસંદ જીમખાના સામે કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે AMCની સીલિંગ કાર્યવાહી

આ પણ વાંચો :અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં 178ને જામીન, 9 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો :દરિયાપુરના મનપસંદ જીમખાનામાં SMCનો મેગા દરોડો, 180થી વધુ જુગારીઓ ઝડપાયા; લાખોનો મુદ્દામાલ જપ્ત