India News :કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI-A) ના વડા રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના ધારાશિવ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના રાજકારણ (Abhijit Deepak)અને આગામી લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં NDA જંગી બહુમતી સાથે સત્તા પર વાપસી કરશે અને સરકારમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અભિજીત દીપકને પોતાની પાર્ટીમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.
Abhijit Deepak :2029માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDAની જંગી જીતનો દાવો
મહારાષ્ટ્ર (Maharashtra)ના ધારાશિવમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને સમીક્ષા દરમિયાન રામદાસ આઠવલે(Ramdas Athawale)એ રાજકીય સમીકરણો પર ખુલીને ચર્ચા કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી નીતિઓ અને મજબૂત નેતૃત્વની સાથે છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએ (NDA) ગઠબંધન ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને કેન્દ્રમાં સરકાર બનાવશે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા અને વડાપ્રધાન મોદીને પોતાના ‘કેપ્ટન’ ગણાવ્યા હતા.

અભિજીત દીપકને RPI(A)માં જોડાવા માટેનું આમંત્રણ
વાતચીત દરમિયાન રામદાસ આઠવલેએ પોતાના આગવા અંદાજમાં રાજકીય નિવેદન આપવાની સાથે અભિજીત દીપકને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI-A) માં જોડાવા માટે સીધી અને ખુલ્લી ઓફર આપી છે. આ નિવેદનને કારણે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. પ્રશાસકીય કામગીરી અને જમીની સ્તરના પ્રશ્નો વચ્ચે મંત્રી આઠવલેનું આ નિવેદન રાજકીય ગરમાવો લાવનારું સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો:તિરંગા માર્ચ દરમિયાન AISA પ્રમુખ નેહા બોરા મુક્ત, CJPના સ્થાપક અભિજીત દીપકેની ધરપકડ
આ પણ વાંચો:દિલ્હીમાં CJPની તિરંગા માર્ચ: 21 રસ્તાઓ પર ટ્રાફિક એલર્ટ,મુંબઈમાં તિરંગા માર્ચને મંજૂરી
આ પણ વાંચો:CJP પર મેરી મિલબેનના ગંભીર આરોપ, વિદેશી ફંડિંગથી અશાંતિ ફેલાવવાનો દાવો
