Not Set/ કચ્છ: સરહદી કોસ્ટલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ, હુમલાના પગલે રાજ્યભરમાં અપાયુ હતુ એલર્ટ

કચ્છ, પુલાવામામા થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. તો બીજી તરફ લોકોની તમામ અવરજવર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં LCB, SOG અને મરીન પોલીસની વિવિધ ટીમોએ ચેકીંગ શરૂ કર્યું હતુ. જિલ્લાના જુનાકંડલા, નવાકંડલા, મીઠાપોર્ટ, સિરવા સહિતના વિસ્તારમાં […]

Top Stories Gujarat Others

કચ્છ,

પુલાવામામા થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. તો બીજી તરફ લોકોની તમામ અવરજવર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

જિલ્લામાં LCB, SOG અને મરીન પોલીસની વિવિધ ટીમોએ ચેકીંગ શરૂ કર્યું હતુ. જિલ્લાના જુનાકંડલા, નવાકંડલા, મીઠાપોર્ટ, સિરવા સહિતના વિસ્તારમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પીઓકેમાં ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પગે કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ છે. જેના પગલે બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફના જવાનોને શસ્ત્રો સાથે બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.

POKમાં ભારતના હુમલાને પગલે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોનફરન્સને રદ કરી દેવામાં આવી હતી. આ સાથે ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી રહીં છે. પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા થઈ રહી છે.