પાકિસ્તાની વાયુસેનાના વિમાનો ભારતીય સીમામાં ઘૂસી આવ્યા અને હવાઇસીમા ઉલ્લંઘન કર્યું છે. આ વિમાન જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસ્યા હતા. પરંતુ ભારતના જોરદાર જવાબી હુમલા પછી આ વિમાનો પાકિસ્તાન તરફ પાછા ફર્યા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી તણાવ વચ્ચે દેશના 9 એરપોર્ટથી પેસેન્જર્સની અવર-જવર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી, જેને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
અધિકારીએ કહ્યું હતું કે શ્રીનગર, જમ્મુ, લેહ, પઠાણકોટ, અમૃતસર, શિમલા, કાંગડા, કુલ્લુ મનાલી, પિથૌરાગઢમાં એરપોર્ટ બીજા આદેશ સુધી બંધ હતા. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતાં એરપોર્ટ બંધ કરવાનું પગલું લેવામાં આવ્યું હતું.
થોડાક જ સમયમાં ઇમરાન ખાન કરશે પ્રેસ કોન્ફરન્સ
https://twitter.com/PTIofficial/status/1100678903272824832
પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન (ISPR)ના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિના રસ્તે આગળ વધવા માંગીએ છીએ. પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડવામાં આવ્યા બાદ રિપોર્ટરો સાથે વાતચીત કરતા DG ISPR ગફૂરે કહ્યું કે કોઈ F-16 વિમાન તોડી પાડવામાં આવ્યું નથી.
ગભરાયેલા પાકિસ્તાને ભારતને કરી અપીલ છે.યુદ્ધ એ કોઈ સમાધાન નથી,વાતચીતથી ઉકેલ નીકળશે, ગભરાયેલા પાકિસ્તાને ભારતને અપીલ કરતા કહ્યું યુદ્ધ એ કોઈ સમાધાન નથી.
પાકિસ્તાને તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. લાહોર, મુલ્તાન, ઇસ્લામાબાદ, સિઆલકોટ એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
Pakistan immediately stops its domestic and international flight operations from Lahore, Multan, Faisalabad, Sialkot and Islamabad airports. pic.twitter.com/nP3rHJr0Ky
— ANI (@ANI) February 27, 2019
PM મોદીના નિવાસસ્થાને હાઈલેવલ બેઠક શરૂ,જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને લઈ બેઠક કરવામાં આવી રહી છે. બેઠકમાં NSA અજીત ડાભોલ હાજર છે. NSA ડોભાલે PMને પરિસ્થિતિની જાણકારી આપી. 30 મિનિટથી ચાલી રહી છે બેઠક
ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનોને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે.પાઇલોટ્સને 2 મિનિટની અંદર ઉડવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.આપને જણાવી દઈકે આ પ્રકારની ચેતવણી ફક્ત યુદ્ધ સમયે જ આપવામાં આવે છે.
સરહદ નજીક સ્થિત તમામ હોસ્પિટલોને તબીબી સેવાઓનો સંપૂર્ણ સ્ટોક આપવામાં આવ્યો છે. દરેકને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મસલા એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બધા એરપોર્ટ એલર્ટ કરવામાં આવ્યા
Punjab: Passengers stranded as flight operations at Amritsar airport have been suspended. pic.twitter.com/8IwWt8iGBw
— Mantavya News (@Mantavyanews) February 27, 2019
પાકિસ્તાન દાવો કરે છે કે તેની સેનાએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો છે અને હુમલો કર્યો છે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ટ્વિટ કર્યું છે.
#Pakistanstrikesback #PAF undertook strikes across LoC from Pakistani airspace. Sole purpose of this action was to demonstrate our right, will and capability for self defence. We do not wish to escalate but are fully prepared if forced into that paradigm#PakistanZindabad
— Ministry of Foreign Affairs – Pakistan (@ForeignOfficePk) February 27, 2019
પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પડાયું
ચાર વિસ્તારમાં રોકેટ છોડી વિમાન ભાગી છૂટ્યા
ભારતીય સીમાની ત્રણ કિ.મી.ની અંદર તોડી પડાયું વિમાન
નૌશેરાના લામ વેલી નજીક તોડી પડાયું વિમાન
Parachute seen as Pakistan Air Force's F-16 was going down, condition of the pilot is unknown https://t.co/yfcHxDjlXn
— ANI (@ANI) February 27, 2019
Major General A Ghafoor, DG ISPR, Pak Army: In response to PAF strikes this morning as released by MoFA, IAF crossed LOC. PAF shot down 2 Indian aircraft inside Pak airspace. 1 aircraft fell inside AJ&K, other fell inside IOK. 1 Indian pilot arrested by troops on ground,2 in area pic.twitter.com/drXPdWXYfh
— ANI (@ANI) February 27, 2019
પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ ટ્વીટ કર્યું છે કે પાકિસ્તાન એરફોર્સે બે ભારતીય વિમાનોને લક્ષ્ય બનાવ્યું છે.જ્યારે ભારતના પાયલોટની ધરપકડ કરવામાં આવી
પ્રાથમિક રિપોર્ટ્સમાં જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય જેટ તરફથી ભારતીય સીમામાં ઘૂસી આવેલા વિમાનોને ભગાડી દેવામાં આવ્યા હતા.
J&K: Pictures of craters formed from Pakistani bombs dropped near Indian Army post in Rajouri sector. Pic courtesy: Army sources) pic.twitter.com/bAqG1YW3AO
— ANI (@ANI) February 27, 2019
પીટીઆઈના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની જેટ તરફથી જમ્મુ-કાશ્મીરના પૂછ અને રાજૌરી સેક્ટર્સમાં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં ઘૂસીને બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણોમાં નષ્ટ કરવામાં આવ્યાના બીજા દિવસે પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંખ કરવામાં આવ્યું છે.
Pakistan Air Force jets violated Indian airspace in Rajouri sector, dropped bombs near Indian army force. No reports of casualties yet. pic.twitter.com/rtyhhBGMGs
— ANI (@ANI) February 27, 2019
