Bhavnagar News/ તેલ અને પનીરના નામે ગુણવત્તા સાથે બાંધછોડ! ભાવનગરની ત્રણ પેઢીને 14 લાખનો ફટકો

ભાવનગર મહાનગરપાલિકાની તપાસમાં કપાસિયા તેલ અને પનીરના ત્રણ નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા. દેવ સેલ્સ, એલિયા ઓઈલ ડેપો અને સોફ્ટ બી રેસ્ટોરન્ટને કુલ રૂ.14 લાખનો (Bhavnagar Food Safety Fine) દંડ.

Top Stories Gujarat Breaking News
Bhavnagar Food Safety Fine: બે પેઢીને 12 લાખ, રેસ્ટોરન્ટને 2 લાખનો દંડ

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આશરે એક વર્ષ પહેલાં શહેરની ત્રણ અલગ-અલગ પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના (Bhavnagar Food Safety Fine) નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસમાં ત્રણેય નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા. આ મામલે એડજ્યુડિકેટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સંબંધિત પેઢીઓ અને ઉત્પાદકોને મળીને કુલ રૂ.14 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Bhavnagar Food Safety Fine: બે તેલની પેઢીઓને રૂ.6-6 લાખનો દંડ

મનપાના ફૂડ ઓફિસર દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગે કપાસિયા તેલના બે (Cottonseed Oil Sample Failed) અને પનીરના એક નમૂના (Paneer Sample Substandard) લીધા હતા. તપાસમાં ત્રણેય નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. દેવ સેલ્સ (Dev Sales Bhavnagar) , સત્યનારાયણ રોડ પરથી લેવામાં આવેલા કપાસિયા તેલના નમૂનામાં ખામી જણાતાં પેઢી અને ઉત્પાદકને સંયુક્ત રીતે રૂ.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેવી જ રીતે એલિયા ઓઈલ ડેપો, સ્ટેશન રોડ પરથી લેવામાં આવેલા કપાસિયા તેલનો નમૂનો પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આ કેસમાં પેઢી અને ઉત્પાદક સહિત સંબંધિત તમામને સંયુક્ત રીતે રૂ.6 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

સોફ્ટ બી રેસ્ટોરન્ટને રૂ.2 લાખનો દંડ

વાઘાવાડી રોડ પર આવેલી સોફ્ટ બી રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાની તપાસમાં પણ તે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પેઢીને રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ ઓફિસરના જણાવ્યા મુજબ, નમૂનો લેવામાં આવ્યો ત્યારે આ ભાગીદારી પેઢી કાર્યરત હતી, જોકે હાલમાં રેસ્ટોરન્ટ બંધ છે.

સબ-સ્ટાન્ડર્ડ અને અખાદ્ય ખોરાકના કેસમાં શું કાર્યવાહી થાય છે?

ફૂડ ઓફિસર દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે સરકારી લેબોરેટરીમાં ખાદ્ય પદાર્થોના નમૂના મોકલ્યા બાદ કેસની પ્રકૃતિ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળ કે ગુણવત્તાની ખામી હોય અને નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થાય તો કેસ એડજ્યુડિકેટિંગ કોર્ટમાં ચાલે છે. આવા કિસ્સામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ ભર્યા બાદ વેપારીને ફરી ધંધો કરવાની છૂટ મળે છે.

જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક અથવા અખાદ્ય જાહેર થાય ત્યારે ફૂડ વિભાગ પોતે ફરિયાદી બની સંબંધિત વિસ્તારની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કરે છે. આવા કેસમાં દંડની સાથે જેલની સજાની પણ જોગવાઈ છે.


આ પણ વાંચો: દિવાળીની મીઠાઈ-ફરસાણ પર ફૂડ વિભાગની નજર: ગીર સોમનાથમાં 22 નમૂના લેબમાં મોકલાયા

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન અને વટવાનું ભારત ફૂડ એકમ સીલ

આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદમાં માવાનો મોટો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગનું ચેકિંગ