Gir Somnath News/ દિવાળીની મીઠાઈ-ફરસાણ પર ફૂડ વિભાગની નજર: ગીર સોમનાથમાં 22 નમૂના લેબમાં મોકલાયા

દિવાળી પહેલાં ગીર સોમનાથમાં ફૂડ વિભાગે (Gir Somnath Food Adulteration) મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને ખાદ્યતેલ સહિત 22 નમૂના લેબમાં મોકલ્યા. રિપોર્ટ બાદ કાર્યવાહી થશે.

Top Stories Gujarat Others Breaking News
Gir Somnath Food Adulteration: ફૂડ વિભાગે 22 સેમ્પલ લેબમાં મોકલ્યા

Gir Somnath News: દિવાળીના તહેવારને પગલે બજારોમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યચીજોનું વેચાણ વધી રહ્યું છે. આ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો (Gir Somnath Food Adulteration) મળી રહે તે માટે ગીર સોમનાથના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાભરમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વિવિધ ખાદ્યચીજોના કુલ 22 નમૂના લઈને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં (Food Department Inspection) આવ્યા છે.

Gir Somnath Food Adulteration: મીઠાઈ, ફરસાણ અને ખાદ્યતેલના નમૂના લેવાયા

તપાસ દરમિયાન વિવિધ વેપારીઓ અને ઉત્પાદકો પાસેથી મીઠાઈ, ફરસાણ, માર્ગેરીન, ડ્રાયફ્રૂટ, ખાદ્યતેલ, નમક અને મકાઈના પૌવા સહિતની ખાદ્યચીજોના નમૂના એકત્રિત કરવામાં (Food Samples) આવ્યા હતા. આ તમામ નમૂનાઓને ગુણવત્તા, ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાના માપદંડોની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વેરાવળમાં ઉત્પાદકો અને સ્ટાફ માટે જાગૃતિ કેમ્પ

તપાસની સાથે વેરાવળ ખાતે ખાદ્યચીજોના ઉત્પાદકો અને તેમના કર્મચારીઓ માટે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ કેમ્પ યોજાયો હતો. તેમાં ખાદ્યપદાર્થો બનાવતી વખતે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, ઉત્પાદન સ્થળની સાફસફાઈ રાખવા અને હાઈજિનના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લેબ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી થશે

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા અનુસાર, નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ખાદ્યચીજ ગુણવત્તાના નિર્ધારિત ધોરણો કરતાં ઊતરતી અથવા ભેળસેળયુક્ત જણાશે તો સંબંધિત વેપારી કે ઉત્પાદક સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તપાસ અને જાગૃતિની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રાજકોટમાં ખાદ્યપદાર્થોની ચકાસણી ઝુંબેશઃ બે ડેરી નિષ્ફળ

આ પણ વાંચો: દિવાળી પહેલા ફુડ વિભાગની કાર્યવાહી, વડોદરામાં તહેવારોના નમૂનામાં ગેરરીતિ, ઘી સહિત 19 નમૂના નિષ્ફળ

આ પણ વાંચો: વડોદરામાં ફુડ વિભાગ એક્શનમાં: દશેરા પહેલાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ, ગંદકી જણાતા નોટિસ ફટાકારાઈ