Surat News/ સુરતમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, CCTVમાં કેદ થઈ ચપ્પુથી વાર કરવાની ઘટના

Surat Lawyer Attack: સુરતમાં વકીલ સોહેલ શેખ પર તેમની જ ઓફિસમાં એક શખ્સે ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વકીલને હાથના ભાગે ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે.

Top Stories Gujarat Surat
Surat Lawyer Attack: સુરતમાં વકીલની ઓફિસમાં ચપ્પુથી હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના

Surat News: સુરતમાં એક દિવ્યાંગ વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને ચાકુ વડે હુમલો (Surat Lawyer Attack) કરવાની ઘટના સામે આવી છે. એડવોકેટ શેખ સોએબ શેખ ઇસ્માઇલ ઓફિસમાં બેસીને દસ્તાવેજનું ડ્રાફ્ટિંગ કરી રહ્યા હતા, ત્યારે પ્રવીણ રાઠોડ નામનો શખ્સ ઓફિસમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ વકીલ પર ચાકુ વડે હુમલો કરતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Surat Lawyer Attack: મકાનના વેચાણની શંકામાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ

ભોગ બનનાર વકીલના જણાવ્યા અનુસાર, પ્રવીણ રાઠોડને શંકા હતી કે તેનું મકાન કોઈ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું છે અને તેના વેચાણના દસ્તાવેજો વકીલે તૈયાર કર્યા છે. જોકે, વકીલ શેખ સોએબે જણાવ્યું હતું કે તેમણે આ મામલે કોઈ દસ્તાવેજ તૈયાર કર્યા નથી અને મકાનના સોદા સાથે તેમને કોઈ સંબંધ નથી.

આમ છતાં, માત્ર શંકાના આધારે આરોપી તેમની ઓફિસમાં ઘૂસી આવ્યો હતો અને હુમલો કર્યો હોવાનો વકીલે આક્ષેપ કર્યો (Surat Crime News) છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

વકીલના જણાવ્યા મુજબ, તેઓ ઓફિસમાં દસ્તાવેજનું ડ્રાફ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ પરવાનગી વિના અંદર પ્રવેશ કરીને ચાકુ વડે હુમલો કર્યો હતો. આ મામલે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી (Gujarat Crime News) હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો: જામનગરમાં ગાડી પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ! અનુસૂચિત જાતિના યુવક સહિત પરિવાર પર ચાર શખ્સોનો હુમલો

આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને સર્વ કરો કરારા નમકપારા…સ્વાદ એવો કે મીઠાઈ છોડીને વારંવાર ખાશો આ સ્નેક્સ..!

આ પણ વાંચો: સુરતમાં ગણેશજીનું સરઘસ રોકવા મુદ્દે બબાલ, 2 યુવકો પર ચપ્પુથી હુમલો; CCTVથી આરોપીઓની શોધખોળ