Jamnagar News/ જામનગરમાં ગાડી પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ! અનુસૂચિત જાતિના યુવક સહિત પરિવાર પર ચાર શખ્સોનો હુમલો

Jamnagar Crime: જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં ગાડી પર બેસવા બાબતે વિવાદ થયો હતો. અનુસૂચિત જાતિના યુવક અને તેના પરિવાર પર હુમલાની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો.

Top Stories Gujarat Others
Jamnagar Crime: જામનગરમાં અનુસૂચિત જાતિના યુવક અને પરિવાર પર હુમલાની ફરિયાદ

Jamnagar News: જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં ગાડી પર બેસવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું (Jamnagar Crime) હતું. આ દરમિયાન અનુસૂચિત જાતિના યુવક અને તેના પરિવારજનોને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સીટી-એ ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Jamnagar Crime: ગાડી પર બેસવા બાબતે થયો વિવાદ

પોલીસ ફરિયાદ અનુસાર, હર્ષદમીલની ચાલી, રણજીતસાગર રોડ પર રહેતો 18 વર્ષીય તરુણભાઈ રાજેશભાઈ સાદિયા 3 નવેમ્બરની રાત્રે આશરે 8 વાગ્યે પોતાના ભાઈ સાથે ‘માં’ પાનના ગલ્લા પાસે ઊભો હતો. તે દરમિયાન વફાન ઓસમાણ ખફી ત્યાં આવ્યો હતો અને તરુણના ભાઈ માનવ સાથે ગાડી પર બેસવા બાબતે બોલાચાલી કરી હતી. આ સમયે વફાને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ છે.

વચ્ચે પડેલા પિતા સાથે પણ મારામારી

તરુણભાઈએ આ પ્રકારની ભાષાનો વિરોધ કરતાં વફાનનો ભાઈ અવેશ ઓસમાણ ખફી પણ ત્યાં આવી પહોંચ્યો હતો. બંનેએ તરુણ અને તેના ભાઈને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા (Scheduled Caste Youth) હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ લોખંડના પાઇપ અને મોટરસાઇકલની ચાવી વડે બંને ભાઈઓને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા પિતા સાથે પણ ઝઘડો કરી મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદ છે.

ચાર શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

ફરિયાદ મુજબ, આ હુમલામાં અસરઅલી ઉર્ફે નુરઅલી જેમલાણી અને હસન ઉર્ફે જાડો પઠાણ પણ સામેલ થયા હતા અને અન્ય આરોપીઓને મદદ કરી હતી. વફાને પરિવારજનોને જોઈ લેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ (Gujarat Crime) છે.

તરુણભાઈ સાદિયાની ફરિયાદના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(2), 54, જી.પી. એક્ટની કલમ 135(1) તેમજ એટ્રોસિટી એક્ટ (Atrocity Act)ની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5-એ) હેઠળ ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો: કપડાં બદલવાની વાતે બબાલ! અમદાવાદમાં નિવૃત્ત જજ પર પુત્રનો હુમલો, ‘સળગાવી દઈશ’ની ધમકી

આ પણ વાંચો: સુરતમાં ગણેશજીનું સરઘસ રોકવા મુદ્દે બબાલ, 2 યુવકો પર ચપ્પુથી હુમલો; CCTVથી આરોપીઓની શોધખોળ

આ પણ વાંચો: ગોંડલના આઈકોનિક લોકમેળામાં હત્યા: ભાવતાલની બબાલમાં ફોટો ફ્રેમના સ્ટોલ સંચાલકને છરી મારી, 5 આરોપી ઝડપાયા