Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચાલી રહેલા આઈકોનિક લોકમેળામાં ગંભીર હત્યા (Gondal Lokmela Murder)ની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મેળામાં ફોટો ફ્રેમના સ્ટોલના ભાવતાલને લઈને થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં 25 વર્ષીય રમાશંકર ઉર્ફે દીપક બરમનનું મોત થયું છે. જ્યારે તેની સાથે રહેલા વિશાલ નરેન્દ્ર શર્મા નામના યુવકને પણ છરી વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના 9 સપ્ટેમ્બર 2026ની રાત્રે આશરે 11:14 વાગ્યે બની હતી. તે સમયે ગોંડલનો લોકમેળો ચાલી રહ્યો હતો અને સ્થળ પર અંદાજે 600 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે.
Gondal Lokmela Murder: ભાવતાલ મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બની જીવલેણ
મેળામાં ફોટો ફ્રેમના સ્ટોલને લઈને ભાવતાલની બાબતે સ્થાનિક શખસો અને સ્ટોલ સંચાલકો વચ્ચે તકરાર થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી તરીકે ઓળખાયેલા રાહુલ રાજુ ડોડિયાએ છરી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે.
હુમલામાં રમાશંકર ઉર્ફે દીપક બરમનને છરીના ઘા (Gondal Lokmela Murder) વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ વિશાલ નરેન્દ્ર શર્માને જમણી બાજુના પડખામાં છરી વાગતાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે પહેલા ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.
Gondal Lokmela Murder: ઉત્તરપ્રદેશના ત્રણ ભાઈઓ મેળામાં સ્ટોલ ચલાવતા હતા
મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના હોવાનું સામે આવ્યું છે. જેમાં સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા, તેનો પિતરાઈ ભાઈ રમાશંકર ઉર્ફે દીપક બરમન અને વિશાલ નરેન્દ્ર શર્માનો સમાવેશ થાય છે. તેઓ મેળાના રાઈડ્સ અને સ્ટોલ વિભાગમાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા હતા.
9 સપ્ટેમ્બરની રાત્રે સ્ટોલ પર ભાવતાલને લઈને સ્થાનિક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. આ તકરાર દરમિયાન મામલો મારામારી સુધી પહોંચ્યો અને બાદમાં છરી વડે હુમલો થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 5 શખસોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
Gondal Lokmela Murder: અટકાયત કરાયેલા આરોપીઓ
રાહુલ રાજુ ડોડિયા – મુખ્ય હુમલાખોર તરીકે આરોપ
સમીર અકબર સુમરા
અલ્ફાજ રફીક શેખ
નવાજ ઈરફાન દોઢિયા
અસફાખ મજીદ જુનેજા
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.
Gondal Lokmela Murder: મેળાના મુખ્ય ગેટ પાસે જ બની ઘટના
આ ખાનગી લોકમેળો 2 સપ્ટેમ્બર 2026થી શરૂ થયો હતો. 9 સપ્ટેમ્બરની રાત્રે મેળાનો આઠમો દિવસ હતો. ઘટના બની ત્યારે મેળામાં અંદાજે 600 લોકો હાજર હતા. મેળામાં બે અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં એક પ્રવેશદ્વાર ‘જલપરી શો’ માટે છે, જ્યારે બીજું પ્રવેશદ્વાર રાઈડ્સ અને સ્ટોલ વિભાગ માટે છે. છરી વડે હુમલાની ઘટના રાઈડ્સ અને સ્ટોલ વિભાગના મુખ્ય ગેટ નજીક બની હતી. લોકમેળા જેવા ભીડભાડવાળા સ્થળે હત્યા (Gondal Lokmela Murder)ની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી છે.
આ પણ વાંચો: ગોંડલના રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાને અમિત ખુંટ આત્મહત્યા કેસમાં બે દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો: ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે કરી આત્મહત્યા, દુષ્કર્મનો ગંભીર આરોપ
આ પણ વાંચો: ગોંડલમાં પતિને મળવા આવેલી પ્રેમિકાની હત્યા : હત્યા બાદ પત્નીની પોલીસ સામે શરણાગતિ
