Tech News/ 6G ઈન્ટરનેટ ક્રાંતિ તરફ ભારતનું મોટું કદમ,સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત-અમેરિકા હાથ મિલાવશે

5G ની સફળતા બાદ ભારતે 6G ટેક્નોલોજી (6G Internet) માટે મોટું કદમ ઉઠાવ્યું છે. ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળના 25 દેશોના ગ્લોબલ 6G ગઠબંધનમાં જોડાયું છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા રોકાણ અંગે ચર્ચા કરી છે.

Tech & Auto
6G Internet The foundation was laid for it

Tech & Auto News : 5G ની અભૂતપૂર્વ સફળતા બાદ ભારતે હવે આગામી પેઢીની સુપરફાસ્ટ ટેક્નોલોજી 6G નેટવર્ક (6G Internet) માટે વૈશ્વિક મંચ પર શક્તિશાળી એન્ટ્રી કરી લીધી છે. ભારત સરકાર અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા 25 દેશોના ગ્લોબલ 6G એલાયન્સમાં સત્તાવાર રીતે જોડાતા ભવિષ્યના ડિજિટલ ક્ષેત્રે નવી તકો ખુલી છે.

નોર્થ કેરોલિનાના ચેપલ હિલ ખાતે આયોજિત G20 ઇનોવેશન મંત્રી સ્તરીય બેઠકમાં આ ઐતિહાસિક ભાગીદારી પર આખરી મહોર મારવામાં આવી છે. આ ગઠબંધન માત્ર નેટવર્ક સ્પીડ જ નહીં, પરંતુ AI, રોબોટિક્સ અને સાયબર સુરક્ષા માટે મજબૂત પાયો નાખશે.

6G Internet : ભારત-અમેરિકા દ્વિપક્ષીય વાટાઘાટો અને ટેક રોકાણ 

આ ખાસ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે (Jitin Prasada) કર્યું હતું, જેમાં MeitY અને DST ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જિતિન પ્રસાદ અને અમેરિકી વાણિજ્ય સચિવ હાવર્ડ લૂટનિક (Howard Lutnick) વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકાયો

ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM 2.0) માં અમેરિકન મૂડીરોકાણ વધારવા અને AI ડેટા સેન્ટર્સ સ્થાપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું.સોશિયલ મીડિયા પર વ્હાઇટ હાઉસ અને US વાણિજ્ય વિભાગે પુષ્ટિ આપી કે આ યુગલ ગઠબંધન સુરક્ષિત ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીકલ ઈનોવેશનને વેગ આપશે.

વૈશ્વિક ડિજિટલ મંચ પર ભારતનું વધતું વર્ચસ્વ

વ્હાઇટ હાઉસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP) ની યજમાનીમાં યોજાયેલી આ પરિષદ સાબિત કરે છે કે વૈશ્વિક ટેક એજન્ડા નક્કી કરવામાં ભારત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. 6G ટેક્નોલોજીના આવવાથી ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) વધુ સક્ષમ બનશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે.


આ પણ વાંચો : ‘Zombie Accounts’ નો ખતરો! તમારી એક નાની ભૂલથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન, જાણો બચવાના ઉપાયો

આ પણ વાંચો :160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ

આ પણ વાંચો :iPhone 18 Pro Max ની લોન્ચિંગ પહેલાં વિગતો લીક! જાણો કેમેરા, બેટરી અને ફીચર્સ