ઘરની સાફ-સફાઈ માટેના અવનવા રોબોટીક વેક્યુમ ક્લીનર બજારમાં ઘણા સમયથી મળતા હતા. હવે આ રોબોટીક વેક્યુમ ક્લીનરના વધુ સ્માર્ટ અને અત્યાધુનિક મોડેલ) લોન્ચ થઈ રહ્યા છે. Realme દ્વારા પણ રોબોટીક વેક્યુમ ક્લીનર લોન્ચ કરાયું છે. જેનું નામ Realme રોબોટ વેક્યુમ છે. આ મોડેલને કંપનીએ પોતાની પ્રોડક્ટ લિસ્ટમાં સામેલ કર્યું છે.
Realmeનો નવો વેક્યૂમ ક્લિનિંગ રોબોટ ગ્રાહકોને વેક્યૂમિંગ અને મોપિંગ બંનેની સગવડ પૂરી પાડે છે. Realmeના રોબોટ વેક્યુમ ક્લીનરમાં સેન્સર આપવામાં આવ્યું છે. જેની મદદથી તે ગંદા સ્થળને સિલેક્ટ કરી જગ્યાને સાફ કરી શકે છે. આ સાથે આ રોબોટિક ક્લીનરમાં કુલ 38 સેન્સર આપવામાં આવ્યા છે. Realmeનું આ વેક્યૂમ ક્લીનર સ્માર્ટફોન, AIOT પ્રોડક્ટ અને ટીવી માટે 1 + 5 + T રણનીતિ સાથે આવે છે.Realme દ્વારા યુરોપિયન બજારો માટે રોબોટ વેક્યુમનું ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, Realmeએ રોબોટિક વેક્યુમ ક્લીનર દિવાળી પહેલા જ ભારતમાં પહોંચશે, તેવું જાણવા મળ્યું હતું .
Realme રોબોટ વેક્યુમ 2-ઇન-1 વેક્યુમ અને મોપિંગ ફંક્શન સાથે આવે છે. જેના વપરાશ માટે યુઝર્સ Realme લિંક એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. સેન્સર બધા સેન્સર્સમાં સૌથી મહત્વપૂર્ણ છે. તે રૂમમાં રહેલી ગંદી જગ્યાને શોધી કાઢે છે અને તેને સાફ કરતાં પહેલાં નકશો બનાવે છે.
