Tech News/ Nestor એ ભારતીય બજારમાં ઉતાર્યું અદ્યતન 6.2 લીટર ગ્લાસ એર ફ્રાયર, SteamLock ટેક્નોલોજી સાથે ભોજન રહેશે સોફ્ટ અને ક્રિસ્પી

Nestor કંપનીએ 16,999 ની કિંમતે બોરોસિલિકેટ ગ્લાસ બાઉલ અને સ્ટીમલોક ટેક્નોલોજી ધરાવતું નવું એર ફ્રાયર (Glass Air Fryer)લોન્ચ કર્યું છે. તેમાં 30 સેકન્ડ ઓટો-ક્લીન અને વુડન લિડ જેવી ખાસ સુવિધાઓ મળે છે.

Tech & Auto
Glass Air Fryer Unique launch in India

Tech & Auto News : ભારતના કિચન એપ્લાયન્સિસ ક્ષેત્રે Nestor કંપનીએ પોતાનું નવું ‘Home Cook 6.2 લીટર ગ્લાસ એર ફ્રાયર’ (Glass Air Fryer )લોન્ચ કરીને હોમ શેફ્સ અને હેલ્થ કોન્શિયસ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પ્રોડક્ટની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો 6.2 લીટરનો પારદર્શક બોરોસિલિકેટ ગ્લાસ બાઉલ અને પેટન્ટેડ સ્ટીમલોક (SteamLock) ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી રસોઈ બનાવતી વખતે ખોરાકની કુદરતી ભીનાશ જાળવી રાખે છે. 16,999 ની કિંમતે રજૂ કરાયેલું આ એર ફ્રાયર Nestor ની અધિકૃત વેબસાઈટ તેમજ પ્રમુખ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ થઈ ગયું છે.

Glass Air Fryer : કિંમત, વોરંટી અને સર્વિસ સપોર્ટ

Nestor Home Cook 6.2L Glass Air Fryer ની ભારતમાં સત્તાવાર કિંમત 16,999 નક્કી કરવામાં આવી છે. ગ્રાહકોના ભરોસા માટે કંપની આ પ્રીમિયમ ગ્લાસ એર ફ્રાયર સાથે 3 વર્ષની ખાસ VIP વોરંટી આપી રહી છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓલ-ઈન્ડિયા આફ્ટર-સેલ્સ સર્વિસ સપોર્ટ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

પારદર્શક ગ્લાસ બાઉલ અને સ્ટીમલોક ટેકનિકનો કમાલ

આ અદ્યતન એર ફ્રાયરની સૌથી મોટી વિશેષતા તેની સ્ટીમલોક ફંક્શનલિટી છે. સામાન્ય રીતે એર ફ્રાયરમાં રાંધવાથી વાનગીઓ શુષ્ક થઈ જતી હોય છે, પરંતુ આ ટેક્નોલોજી ખોરાકનો ભેજ અંદર જ જાળવી રાખે છે, જેથી વાનગી બહારથી કડક (ક્રિસ્પી) અને અંદરથી એકદમ સોફ્ટ રહે છે. તેમાં આવેલો 6.2 લીટરનો કડક બોરોસિલિકેટ ગ્લાસ બાઉલ રસોઈના લાઈવ સ્ટેટસ પર નજર રાખવામાં મદદ કરે છે, જેથી પરંપરાગત એર ફ્રાયરની જેમ વારંવાર બાસ્કેટ બહાર ખેંચવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

અનોખી કુક-સર્વ-સ્ટોર કન્સેપ્ટ ડિઝાઇન

કંપનીએ આ મોડેલમાં ‘કુક-સર્વ-સ્ટોર’ (Cook-Serve-Store) નો સુવિધાજનક કન્સેપ્ટ રજૂ કર્યો છે. એર ફ્રાયરમાં રસોઈ બન્યા પછી તે ગ્લાસ બાઉલને સીધો જ ડાઇનિંગ ટેબલ પર સર્વિંગ બાઉલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ સાથે મળતા ખાસ એકેશિયા વુડન લિડ (Acacia Wooden Lid) થી બાઉલને ઢાંકીને બાકી બચેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે, જેથી વાસણો બદલવાની જરૂર પડતી નથી. હેન્ડલિંગને આસાન બનાવવા માટે તેમાં સાઈડ હેન્ડલ્સ આપેલા છે. સાફ-સફાઈ માટે માત્ર 30 સેકન્ડનું ઓટો-ક્લીન ફંક્શન આપવામાં આવ્યું છે, જે વોટર સ્પ્રે કરીને ચોંટેલા ખોરાકને સરળતાથી દૂર કરે છે.


આ પણ વાંચો :મેરઠમાં બાળકો થઈ રહ્યાં છે ગાયબ? YouTubeની એક ગેમથી મચ્યો હડકંપ

આ પણ વાંચો :AI વૉઇસ ક્લોનિંગ સ્કેમ: માત્ર ૩ સેકન્ડના ઑડિયોથી અવાજ હેક; જાણો બચવાના કારગર ઉપાયો

આ પણ વાંચો :ભારતમાં સૌથી મોટો બૂટ સ્પેસ ધરાવતી TOP-5 કોમ્પેક્ટ SUV,જાણો કિંમત, એન્જિન અને દમદાર ફીચર્સ!