Tech News/ AI વૉઇસ ક્લોનિંગ સ્કેમ: માત્ર ૩ સેકન્ડના ઑડિયોથી અવાજ હેક; જાણો બચવાના કારગર ઉપાયો

AI વોઇસ ક્લોનિંગ સ્કેમ દ્વારા માત્ર 3 સેકન્ડના ઓડિયોથી અવાજ હેક કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ ગંભીર સાયબર ફ્રોડ (cyber fraud ) થી બચવાના સુરક્ષા ઉપાયો અને હેલ્પલાઇન નંબર વિશે જાણો.

Tech & Auto
cyber fraud Simple ways protect yourself

Tech & Auto News : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં સાયબર ફ્રોડના નવા ખતરા તરીકે ‘AI વૉઇસ ક્લોનિંગ સ્કેમ’ (AI Voice Cloning Scam)સામે આવ્યું છે. સ્કેમર્સ (cyber fraud)હવે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ઓડિયો કે વીડિયો ક્લિપની મદદથી કોઈપણ વ્યક્તિના અવાજની હૂબહૂ નકલ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે.

cyber fraud : અવાજની નકલ અને ઈમરજન્સીના નામે ફ્રોડ

ટેક્નોલોજી એટલી સચોટ બની ગઈ છે કે માત્ર 3 થી 30 સેકન્ડના ઑડિયોમાંથી 85% થી 95% સુધી અવાજની ચોક્કસ નકલ થઈ શકે છે. બોલવાની શૈલી અને લહેકાની નકલ કરવાને કારણે લગભગ 69% લોકો અસલી અને નકલી અવાજ વચ્ચેનો ફરક પારખી શકતા નથી.

એક રિપોર્ટ મુજબ આ સ્કેમનો ભોગ બનનારા 83 % લોકોને મોટું આર્થિક નુકસાન (Financial loss)થયું છે.સ્કેમર્સ પરિવારજનના અવાજમાં ઈમરજન્સી કે મુશ્કેલીમાં હોવાનું નાટક કરીને તાત્કાલિક પૈસા માંગે છે, જેનાથી પરિવારજનો ગભરાઈને ક્રોસ-ચેક કર્યા વગર નાણાં ટ્રાન્સફર કરી દે છે.

AI વૉઇસ ક્લોનિંગ સ્કેમથી બચવાના સુરક્ષા ઉપાયો

સિક્રેટ ફેમિલી કોડ: પરિવારના સભ્યો સાથે એક ગુપ્ત કોડ નક્કી કરો, જે ઈમરજન્સી કૉલ વખતે પૂછીને અસલિયત જાણી શકાય.

મૂળ નંબર પર કૉલ બેક: જો અજાણ્યા કે શંકાસ્પદ નંબર પરથી ફોન આવે, તો ગભરાયા વગર તુરંત તે સગાના સાચા અને મૂળ નંબર પર ફોન કરીને સત્યતા ચકાસો.

સોશિયલ મીડિયા પ્રાઇવસી: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પબ્લિક રાખવાને બદલે પ્રાઇવેટ રાખો જેથી કોઈ તમારો અવાજ કે વીડિયો ડેટા ચોરી ન શકે.

સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક શું કરવું?

જો તમે આ પ્રકારના કોઈ કૌભાંડનો ભોગ બનો, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો અથવા સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો.


આ પણ વાંચો :ભારતમાં સૌથી મોટો બૂટ સ્પેસ ધરાવતી TOP-5 કોમ્પેક્ટ SUV,જાણો કિંમત, એન્જિન અને દમદાર ફીચર્સ!

આ પણ વાંચો :સ્માર્ટફોનનું ચાર્જિંગ પોર્ટ ઢીલું થઈ ગયું છે? જાણો મધરબોર્ડ અને બેટરીને થતા મોટા નુકસાનથી બચવાના ઉપાયો

આ પણ વાંચો :સ્માર્ટફોનમાં એપ્સ અપડેટ કરવી કેમ છે અત્યંત જરૂરી? જાણો સિક્યુરિટી અને બગ ફિક્સના મજબૂત કારણો