Tech & Auto News : સ્માર્ટફોન (Smartphone )આપણી દૈનિક દિનચર્યાનો અત્યંત મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ સતત ઉપયોગ અને અયોગ્ય કેબલના વપરાશને કારણે ઘણીવાર ચાર્જિંગ પોર્ટ (Charging Port) ઢીલું થઈ જવાની કે ખરાબ થવાની સમસ્યા સામે આવે છે. મોટાભાગના લોકો આ ખામીને સામાન્ય ગણીને અવગણે છે અને કેબલને વાંકો-ચૂકો કે ચોક્કસ એંગલ પર ગોઠવીને ચાર્જ કરવાનું ચાલુ રાખે છે.
આ પ્રકારનો જુગાડ તમારા મોંઘાદાટ ફોનના આંતરિક પાર્ટ્સને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે.અનિયમિત ચાર્જિંગ અને પોર્ટના લોચાને કારણે ફોનના પાવર સપ્લાયમાં મોટો તફાવત આવે છે, જે ફોનની લાઈફ ઘટાડે છે.
Smartphone : ઢીલા ચાર્જિંગ પોર્ટથી થતા મુખ્ય જોખમો
અનિયમિત વોલ્ટેજ અથવા ચાર્જિંગ દરમિયાન થતા સ્પાર્કિંગના કારણે ફોનનું મેઈન સર્કિટ બોર્ડ (Motherboard) બળી શકે છે. આ પાર્ટ બદલવાનો ખર્ચ નવા ફોન જેટલો આવી શકે છે.વારંવાર ચાર્જિંગ કનેક્ટ અને ડિસકનેક્ટ થવાને લીધે બેટરી ગરમ (Overheat) થાય છે, જેથી બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થવાની કે ફૂલી જવાની સમસ્યા થાય છે.ચાર્જિંગ પોર્ટ માત્ર પાવર સપ્લાય નહીં પરંતુ પીસી કે લેપટોપ સાથે ફોન કનેક્ટ કરીને ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ ઉપયોગી છે, જે ખરાબ પોર્ટના કારણે અટકી જાય છે.
સ્માર્ટફોન પોર્ટની યોગ્ય સંભાળ માટેના સરળ ઉપાયો
કેટલીકવાર પોર્ટમાં માત્ર કચરો કે ધૂળ જામી જવાથી કેબલ ફીટ બેસતો નથી. તેને સોફ્ટ બ્રશ કે ટૂથપિકથી હળવા હાથે સાફ કરો. હંમેશા બ્રાંડેડ અને કંપનીના ઓરિજિનલ ચાર્જર તથા કેબલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે ગેમિંગ કે લાંબી વાતચીત કરવાથી પોર્ટ પર બિનજરૂરી દબાણ આવે છે.જો પોર્ટ ભૌતિક રીતે તૂટી ગયું હોય તો લોકલ ઉપાયો કરવાને બદલે સર્વિસ સેન્ટર પર જઈને તેને તુરંત બદલાવી લેવું હિતાવહ છે.
આ પણ વાંચો : સ્માર્ટફોનમાં એપ્સ અપડેટ કરવી કેમ છે અત્યંત જરૂરી? જાણો સિક્યુરિટી અને બગ ફિક્સના મજબૂત કારણો
આ પણ વાંચો : ભારતની સ્પેસ ટેક્નોલોજીમાં મોટી છલાંગ, ભારત હવે સ્પેસમાં પેટ્રોલ પંપ બનાવશે, દર મહિને રોકેટ લોન્ચ કરવાની પણ તૈયારી
આ પણ વાંચો : ઓછી કિંમત અને શાનદાર માઈલેજ! આ છે ભારતીય બજારની સૌથી સસ્તી ઓટોમેટિક કાર્સ!
