Auto News/ ભારતમાં 2025માં વેચાયા 2 કરોડ ટુ-વ્હીલર, છતાં 7 વર્ષ જૂનો રેકોર્ડ કેમ ન તૂટ્યો? જાણો સાચું કારણ

વર્ષ 2025 માં ભારત (India) માં 2 કરોડથી વધુ ટુ-વ્હીલર વેચાયા છે, જે ગત વર્ષ કરતા 5% વધુ છે. જોકે, 2018 નો 2.1 કરોડનો રેકોર્ડ હજુ પણ તૂટ્યો નથી. હીરો મોટોકોર્પ નંબર-1 પર છે, જ્યારે TVS એ સૌથી વધુ ગ્રોથ નોંધાવ્યો છે. નિષ્ણાતોના મતે, સરળ ફાયનાન્સ અને ટેક્સમાં રાહતને કારણે ઘણા ગ્રાહકો હવે ટુ-વ્હીલરને બદલે ફોર-વ્હીલર (કાર) તરફ વળ્યા છે, જેના કારણે બાઈકના વેચાણનો જૂનો રેકોર્ડ તૂટી શક્યો નથી.

Trending Tech & Auto
India

Auto News :ભારતીય (Indian)ટુ-વ્હીલર માર્કેટ માટે વર્ષ 2025 શાનદાર રહ્યું છે. લાંબા સમયની સુસ્તી બાદ બજારમાં ફરી રોનક જોવા મળી છે. ‘સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ’ (SIAM) ના તાજેતરના રિપોર્ટ મુજબ, 2025માં ભારત (India) માં 20 મિલિયન (2 કરોડ) થી વધુ ટુ-વ્હીલર વેચાયા છે. જોકે, આટલા જંગી વેચાણ છતાં 2018 માં સ્થપાયેલો 21 મિલિયનનો સર્વોચ્ચ રેકોર્ડ હજુ પણ તૂટ્યો નથી.

India

કોણ જીત્યું, કોણ હાર્યું? (કંપનીઓનું રિપોર્ટ કાર્ડ)

વર્ષ 2025માં કઈ કંપનીએ મેદાન માર્યું અને કોને ફટકો પડ્યો, તેના આંકડા રસપ્રદ છે:

હીરો મોટોકોર્પ (Hero MotoCorp): હંમેશની જેમ હીરો નંબર-1 પર રહી. કંપનીએ 5.75 મિલિયન (57.5 લાખ) વાહનો વેચ્યા, જે ગત વર્ષ કરતા 2% વધારે છે.

હોન્ડા (Honda): બીજા ક્રમે હોન્ડા રહી, જેણે 5.4 મિલિયન (54 લાખ) યુનિટ્સ વેચ્યા.

TVS ની લાંબી છલાંગ: આ વર્ષે સૌથી મોટો ફાયદો TVS ને થયો છે. તેમના વેચાણમાં 15.7% નો જંગી ઉછાળો આવ્યો અને તેમણે 3.98 મિલિયન વાહનો વેચ્યા. સુઝુકીએ પણ 10.8% નો ગ્રોથ નોંધાવ્યો.

બજાજને ફટકો: બજાજ ઓટો માટે આ વર્ષ પડકારજનક રહ્યું. તેમના વેચાણમાં 5.1% નો ઘટાડો નોંધાયો અને આંકડો 2.22 મિલિયન પર અટકી ગયો.

India

વેચાણ વધવા પાછળના 3 મુખ્ય કારણો

માર્કેટમાં આવેલી આ તેજી પાછળ મુખ્યત્વે સરકારી નીતિઓ જવાબદાર છે:

ટેક્સમાં રાહત: આવકવેરામાં રાહત અને GST 2.0 ના નવા ફેરફારોને કારણે લોકોના હાથમાં પૈસા બચ્યા.

રેપો રેટમાં ઘટાડો: લોન સસ્તી થવાને કારણે મધ્યમ વર્ગ માટે વાહન ખરીદવું સરળ બન્યું.

તહેવારોની સીઝન: આ વર્ષે તહેવારોમાં રેકોર્ડબ્રેક ખરીદી જોવા મળી હતી.

India

નિકાસમાં પણ ભારત (India) નો ડંકો

માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ ભારતીય (India) બાઈક અને સ્કૂટરની માંગ વધી છે. 2025માં ભારત (India) માંથી 4.94 મિલિયન વાહનો એક્સપોર્ટ થયા, જે 24.2% નો મોટો ઉછાળો દર્શાવે છે. આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશોમાં ભારતીય વાહનોની ડિમાન્ડ નીકળી છે.

India

2 કરોડ વાહનો વેચાયા છતાં રેકોર્ડ કેમ ન તૂટ્યો?

સૌથી મોટો સવાલ એ છે કે જો માર્કેટમાં આટલી તેજી છે, તો 2018 નો 2.1 કરોડનો રેકોર્ડ કેમ અકબંધ રહ્યો? તેનું મુખ્ય કારણ છે – કાર (Car) તરફ વળતો ગ્રાહક.

GST નો પ્રભાવ: 350cc થી ઓછી બાઈક પર ટેક્સ ઘટ્યો, પણ સાથે-સાથે નાની કાર પર પણ GST ના લાભો મળ્યા.

અપગ્રેડેશન: મારુતિ સુઝુકીના જણાવ્યા મુજબ, ગ્રાહકો હવે ટુ-વ્હીલરથી ફોર-વ્હીલરમાં ‘અપગ્રેડ’ થઈ રહ્યા છે. જે લોકો મોંઘી બાઈક (High-end Bike) લેવાનું વિચારતા હતા, તેમણે કાર સસ્તી થતા અને સરળ EMI મળતા કાર ખરીદવાનું પસંદ કર્યું.

આ જ કારણ છે કે ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું હોવા છતાં, ગ્રાહકોનો એક મોટો વર્ગ કાર તરફ વળી ગયો હોવાથી 2018 નો રેકોર્ડ તૂટી શક્યો નથી.

2025 નું વર્ષ ઓટો સેક્ટર માટે ‘પુનરાગમન’ નું વર્ષ સાબિત થયું છે. આગામી ક્વાર્ટરમાં (જાન્યુ-માર્ચ 2026) પણ આ તેજી યથાવત રહેવાની ધારણા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  હવે મેડિકલ રિપોર્ટ સમજવા ડોક્ટર પાસે જવાની જરૂર નથી? OpenAI લાવ્યું ‘ChatGPT Health, જાણો તે કામ કેવી રીતે કરશે

આ પણ વાંચો: શું ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ‘યુનિક’ હોય છે? AI એ તોડ્યો વર્ષો જૂનો ભ્રમ: એક જ વ્યક્તિની અલગ અલગ આંગળીઓમાં પણ હોય છે સમાનતા!

આ પણ વાંચો:  હવે અરીસો કહેશે કે તમે બીમાર છો કે નહીં! 2026 માં લોન્ચ થયો ‘જાદુઈ મિરર’, માત્ર 30 સેકન્ડમાં ચહેરો જોઈને આપશે હેલ્થ કાર્ડ