Tech News/ હવે અરીસો કહેશે કે તમે બીમાર છો કે નહીં! 2026 માં લોન્ચ થયો ‘જાદુઈ મિરર’, માત્ર 30 સેકન્ડમાં ચહેરો જોઈને આપશે હેલ્થ કાર્ડ

શું તમે કલ્પના કરી શકો છો કે ઘરનો અરીસો (Mirror ) તમારું હેલ્થ ચેકઅપ કરી શકે? જાણો આ જાદુઈ અરીસો કેવી રીતે કામ કરે છે.

Trending Ajab Gajab News Tech & Auto
Magic mirror

Tech News : મિરર મિરર ઓન ધ વોલ…” વાર્તા હવે હકીકત બની આપણે નાનપણમાં પેલી વાર્તા સાંભળી હતી જેમાં રાણી અરીસાને પૂછે છે અને અરીસો તેને જવાબ આપે છે. ત્યારે તે જાદુ લાગતું હતું, પણ 2026 માં ટેકનોલોજીએ તેને હકીકત બનાવી દીધી છે. ઘરનો અરીસો (Mirror) જો તમને સામેથી કહેવા લાગે કે “તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે” તો તમને કેવું લાગશે? આવું જ કંઈક બની રહ્યું છે.

લાસ વેગાસમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા ટેક ઈવેન્ટ CES 2026 (કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો) માં. અહીં એક એવો સ્માર્ટ મિરર રજૂ કરવામાં આવ્યો છે, જે માત્ર તમારો ચહેરો જોઈને તમારી તબિયતનું આખું સરવૈયું કાઢી આપે છે.

Magic mirror

શું છે આ ડિવાઈસ? (Longevity Mirror)

ડિજિટલ હેલ્થ ટેક કંપની ‘ન્યુરાલોજિક્સ’ (NuraLogix) એ CES 2026 માં એક ક્રાંતિકારી પ્રોડક્ટ રજૂ કરી છે, જેનું નામ છે – Longevity Mirror (લોન્જેવિટી મિરર). આ દેખાવમાં સામાન્ય અરીસા જેવો જ છે, પણ તેની અંદર એક પાવરફુલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. તે કોઈ પણ ડોક્ટર કે લેબોરેટરી ટેસ્ટ વગર, માત્ર 30 સેકન્ડમાં તમારી હેલ્થ વિશે સચોટ માહિતી આપે છે.

 Magic mirror

કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી?

તમને પ્રશ્ન થશે કે માત્ર ચહેરો જોઈને હેલ્થ કેવી રીતે ખબર પડે?

ટ્રાન્સડર્મલ ઓપ્ટિકલ ઈમેજિંગ (TOI): આ કંપની પાસે પોતાની એક પેટન્ટ ટેકનોલોજી છે. જ્યારે તમે અરીસા સામે ઉભા રહો છો, ત્યારે આ અરીસો તમારા ચહેરાનો 30 સેકન્ડનો વીડિયો લે છે.

બ્લડ ફ્લો એનાલિસિસ: આપણી ચામડી પારદર્શક હોય છે (જે નરી આંખે નથી દેખાતું). આ અરીસાના સેન્સર્સ ચહેરાની ચામડીની નીચે વહેતા લોહીના પ્રવાહ (Blood Flow) અને રંગમાં થતા સૂક્ષ્મ ફેરફારોને પકડી પાડે છે.

AI પ્રોસેસિંગ: આ ડેટાને AI એનાલાઈઝ કરે છે અને અડધી મિનિટની અંદર તમારો રિપોર્ટ તૈયાર કરી દે છે.

Magic mirror

શું શું ચેક કરી શકે છે આ મિરર (Mirror)?

આ મિરર (Mirror) માત્ર શો-પીસ નથી, પણ એક મિની ક્લિનિક છે. તે નીચે મુજબની વિગતો આપી શકે છે:

બ્લડ પ્રેશર (BP)

હાર્ટ રેટ (Heart Rate)

સ્ટ્રેસ લેવલ (માનસિક તાણ)

હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ

ચહેરાની ત્વચાની ઉંમર (Skin Age)

ડોક્ટરની જેમ સલાહ પણ આપશે

આ મિરર (Mirror) ની ખાસિયત એ છે કે તે માત્ર બીમારી નથી બતાવતો, પણ તેને સુધારવાના ઉપાયો પણ બતાવે છે.

AI હેલ્થ આસિસ્ટન્ટ: આ ડિવાઈસમાં એક પર્સનલ આસિસ્ટન્ટ ફીચર છે. તમારો ડેટા જોયા પછી તે તમને કહેશે કે તમારે આજે કેટલું ઊંઘવું જોઈએ, શું ખાવું જોઈએ અને કઈ કસરત કરવી જોઈએ. તે તમારી લાઈફસ્ટાઈલ અને ફિઝિયોલોજીકલ ડેટાને આધારે ‘પર્સનલાઈઝડ’ (વ્યક્તિગત) સલાહ આપે છે.

Magic mirror

શું સામાન્ય લોકો ખરીદી શકશે?

ગયા વર્ષે એટલે કે CES 2025 માં કંપનીએ ‘અનુરા મેજિક મિરર‘ બતાવ્યો હતો, પણ તે વેચાણ માટે નહોતો. પરંતુ સારા સમાચાર એ છે કે આ વર્ષે રજૂ થયેલ ‘Longevity Mirror’ સામાન્ય ગ્રાહકો માટે વેચાણ અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે લોકો ઘરે બેઠા પોતાની હેલ્થ મોનિટર કરવા માંગે છે, તેમના માટે આ વરદાન સાબિત થઈ શકે છે.

ટેકનોલોજી હવે માત્ર મનોરંજન નથી રહી, પણ જીવન બચાવવા માટે ઉપયોગી બની રહી છે. ભવિષ્યમાં દરેકના બાથરૂમ કે બેડરૂમમાં આવા સ્માર્ટ મિરર જોવા મળે તો નવાઈ નહીં. ‘સેલ્ફી લો અને તબિયત જાણો’ – આ જ હવે ભવિષ્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાવધાન: ગૂગલ પર આ 6 વસ્તુઓ સર્ચ કરવી પડી શકે છે ભારે! પોલીસ સીધી ઘરે આવી શકે છે, થઈ શકે છે જેલની સજા

આ પણ વાંચો: શું ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ‘યુનિક’ હોય છે? AI એ તોડ્યો વર્ષો જૂનો ભ્રમ: એક જ વ્યક્તિની અલગ અલગ આંગળીઓમાં પણ હોય છે સમાનતા!

આ પણ વાંચો: શું મોબાઈલ ફોન વાપરવાથી ખરેખર કેન્સર થાય છે? જાણો ડૉક્ટર શું કહે છે અને રેડિયેશનનું સાચું સત્ય !