Not Set/ ફુડ એન્ડ ડ્રગની ટીમે કર્યો સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગના લોટનો મોટો જથ્થો સીઝ

ભુજm ભુજની જથ્થાબંધ બઝારમાં આવેલી પુજન ટેડ્રસમાં ફરાળીના નામે અપાતો ભેળશેળયુક્ત લોટનો મોટો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે. રાજ્યની વડી કચેરી તરફથી મળેલા આદેશના પગલે ભુજની ફુડ એન્ડ ડ્રગની ટીમે આ કાર્યવાહી કરી હતી. સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગમાં બનાવાયેલો શંકાસ્પદ ફરાળી લોટને સીઝ કર્યો છે. લોટના નમુના લઇ પરિક્ષણ માટે મોકલી અપાયા છે. ફુડ એન્ડ […]

Top Stories Gujarat Others Trending

ભુજm

ભુજની જથ્થાબંધ બઝારમાં આવેલી પુજન ટેડ્રસમાં ફરાળીના નામે અપાતો ભેળશેળયુક્ત લોટનો મોટો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે. રાજ્યની વડી કચેરી તરફથી મળેલા આદેશના પગલે ભુજની ફુડ એન્ડ ડ્રગની ટીમે આ કાર્યવાહી કરી હતી.

સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગમાં બનાવાયેલો શંકાસ્પદ ફરાળી લોટને સીઝ કર્યો છે. લોટના નમુના લઇ પરિક્ષણ માટે મોકલી અપાયા છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી દરમ્યાન કુલ 500 ગ્રામના 833 નંગ ફરાળી લોટના પેકેટ મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત 66 હજાર 640 રૂપીયા છે.

ફુડ અધિકારી શેખની આગેવાની હેઠળની ટીમે કાર્યવાહી કરી હતી.. વ્રત અને ઉપવાસ માટે વપરાતા લોટમાં ભેળસેળની શક્યતાના પગલે થયેલી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો.

જો કે નમુના પરિક્ષણમાંથી આવ્યા લોટમાં ભેળસેળ છે કે નહી તે અંગે માલુમ પડશે પરંતુ ફુડ વિભાગની કાર્યવાહીના પગલે બઝારમાં ફફડાટ ફેલાયો હતો.