પીએમ મોદીએ ભારતમાં 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ભારતે ઈતિહાસ રચ્યો, અમે ભારતીય વિજ્ઞાનિકોનો, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. ભારતને 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ અભિનંદન. અમારા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિને સાકાર કરવા માટે કામ કરનારા દરેકનો આભાર.
India scripts history.
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
— Narendra Modi (@narendramodi) October 21, 2021
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં કોવિડ 19 વોર રૂમની મુલાકાત લીધી, સ્ટાફ સાથે વાતચીત કરી અને ભારતને 100 કરોડ રસીકરણ ચિહ્ન પાર કર્યાના પ્રસંગે મીઠાઈ વહેંચી. આ પ્રસંગે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
