Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની ઠંડી હવે તેના પૂરા મિજાજમાં આવી ગઈ છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરના દિવસોમાં રાજકોટ (Rajkot)માં 10.1 ડિગ્રી, કંડલા (Kandla)માં 10.7 ડિગ્રી, કેશોદ (Keshod) અને ભુજ (Bhuj)માં 11.8 ડિગ્રી જેવા નીચા તાપમાન નોંધાયા છે. જ્યારે અમદાવાદ (Ahmedabad)માં 13 ડિગ્રી, ગાંધીનગર (Gandhinagar)માં 12 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કાતિલ ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ના અભાવે અને પ્રશાંત મહાસાગરમાં ‘લા નીના’ની અસરને કારણે શિયાળો હળવો રહ્યો હતો. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોએ પણ ઠંડી (Cold wave)ને અટકાવી હતી. પરિણામે, ડિસેમ્બર 2025માં ગત વર્ષની તુલનાએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

આગામી દિવસોમાં વધુ કાતિલ ઠંડીની આગાહી
નલિયા માં ડિસેમ્બર 2024 માં 31 દિવસમાંથી 22 વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે ડિસેમ્બર 2025 માં માત્ર 4 વખત. ગત વર્ષે સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી હતું, જ્યારે આ વર્ષે 8.8 ડિગ્રી નીચું ગયું હતું.અમદાવાદમાં ગત વર્ષે 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 દિવસ.આ વર્ષે ડિસેમ્બરમાં નલિયા સિવાય કોઈ પ્રદેશમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નહોતું ગયું.

ગુજરાતમાં શીતલહેર (Cold wave)
હવે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા વધી છે, જેના કારણે ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં નલિયામાં 7.5 થી 9 ડિગ્રી, ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી અને અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 9 ડિગ્રી જેવા નીચા તાપમાનથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડી (Cold wave) નો ચમકારો વધ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રના અહેવાલ મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે, પરંતુ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે રાત્રે અને સવારે ઠંડીની તીવ્રતા વધશે. આગામી 12-15 જાન્યુઆરી સુધી ઠંડી (Cold wave)નું જોર યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન ૨-૪ ડિગ્રી વધુ ગગડી શકે છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
