Gujarat Weather/ ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનો કહેર,નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ, તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાતમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસરથી ઠંડીમાં વધારો. નલિયામાં લઘુત્તમ તાપમાન 7°C, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat Weather:ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે, જ્યારે કચ્છ જિલ્લાના નલિયામાં લઘુત્તમ તાપમાન માત્ર 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં ચાલી રહેલી હિમવર્ષા (Snowfall)ની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેનાથી આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

Cold wave

ગુજરાતમાં ઠંડી (Cold wave) નો પારો ગગડ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં તાપમાન (Temperature) માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ વિસ્તારમાં 9.4 ડિગ્રી સાથે ઠંડીની અસર વધુ પ્રબળ રહી છે.અમદાવાદમાં પણ ઠંડી (Cold wave)નો પારો ગગડ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગત દિવસની સરખામણીમાં 3.3 ડિગ્રીનો ઘટાડો દર્શાવે છે. આનાથી શહેરીજનોને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે.

Cold wave

આ સિવાય ડીસામાં 11.4 ડિગ્રી,રાજકોટમાં 10.9 ડિગ્રી,કેશોદમાં 10.4 ડિગ્રી અને મહુવામાં 14.3 ડિગ્રી નોંધાયું છે.આ તાપમાનોને જોતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધુ છે.ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી સુધી ગગડ્યું છે. અહીં વાહનો અને ખુલ્લા વિસ્તારોમાં બરફની પાતળી પડ જોવા મળી છે, જેનાથી પર્યટકોને પણ ઠંડી (Cold wave)નો કહેર અનુભવાઈ રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધુ વધવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન