Gujarat Weather:ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી (Cold Wave) નો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, અમદાવાદમાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13 ડિગ્રી, કંડલામાં 12.1 ડિગ્રી, અમરેલીમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, કેશોદમાં 13.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ તાપમાન નોંધાતા રાજ્યના મોટા શહેરોમાં લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસનું આવરણ પણ વાતાવરણને વધુ ઠંડું બનાવી રહ્યું છે.

હવામાન વિભાગના અધિકારીઓના મતે, આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે. વાતાવરણમાં વધતો ભેજ અને પવનોની ગતિ બદલાવાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોની અસર પણ ગુજરાત પર પડી રહી છે.
ગુજરાતમાં શીતલહેર (Cold Wave)
ગુજરાતમાં શિયાળો હવે પોતાનો સાચો રંગ બતાવી રહ્યો છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી (Cold Wave) અને હવામાનમાં થતા ફેરફાર અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે. બપોર પછી પવનની દિશા અને ગતિમાં ફેરફાર થઈ શકે છે. 11 જાન્યુઆરીની આસપાસ અને 18 જાન્યુઆરીના અંતમાં ફરીથી તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને પંચમહાલ પટ્ટામાં સૌથી ઠંડુ (Cold Wave) તાપમાન અનુભવાશે. પાટણ, સમી, હારિજ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ઠંડક પ્રસરી જશે. અહીં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. કચ્છના રણમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.સૌરાષ્ટ્ર અને ગિરનાર પર્વતમાળા અને આસપાસના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડી (Cold Wave) અનુભવાશે.

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર સીધી અસર કરશે. સતત ડિસ્ટર્બન્સને કારણે, રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ તીવ્ર ઠંડીનો અનુભવ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં તીવ્ર ઠંડી (Cold Wave) નો અનુભવ થશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને તેજ પવન ફૂંકાશે. ઉત્તર ભારતમાં ઠંડીના મોજાને કારણે ગુજરાતમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે. 4 જાન્યુઆરી પછી, એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેનાથી વધુ ઠંડીનો અનુભવ થશે. 11 જાન્યુઆરીથી, ઠંડા પવનો ફૂંકાશે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો:ગુજરાતની ઠંડીમાં થશે વધારો ! ,જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
આ પણ વાંચો:રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાયો, ઠંડીનું પ્રમાણ થયું ઓછું
