Gujarat IMD Update/ ગુજરાતમાં ઠંડીનો ડબલ અટેક, 31 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ તાપમાન ઘટશે

હવામાન (Weather)માં અંબાલાલ પટેલે રાજ્ય માટે મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, 29 થી 31 ડિસેમ્બર દરમિયાન હાડ થિજવતી ઠંડી પડશે.

Top Stories Gujarat
Weather ગુજરાતમાં ક્યાં પડશે વધુ ઠંડી, જાન્યુઆરીમાં વધુ ઠંડી

Gujarat IMD Update: ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વ(North-east) અને પૂર્વીય પવન(East wind) ફૂંકાતા હવામાન(Weather)માં ઠંડીનો માહોલ યથાવત છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવાર અને રાત્રીના સમયે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી ઓછું 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નલિયામાં નોંધાયું છે, જે દર્શાવે છે કે ઠંડીનો પ્રભાવ હવે વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે.

31 ડિસેમ્બર પહેલા બગડશે હવામાન (Weather)

31 ડિસેમ્બર પહેલા બગડશે હવામાન (Weather)

નવા વર્ષની ઉજવણી પહેલા ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન (Weather)માં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 29 થી 31 ડિસેમ્બર દરમિયાન એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે વાતાવરણમાં ભેજ વધશે, ઠંડી પવનની ઝડપ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

IMD એ ઉત્તર ભારત માટે ગાઢ ધુમ્મસ અને ઠંડીની લહેરની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી: ઠંડી વધુ તીવ્ર બનશે

હવામાન (Weather)માં અંબાલાલ પટેલે રાજ્ય માટે મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, 29 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારોમાં સખત ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે ઠંડીની અસર દક્ષિણ તરફ પણ વિસ્તરશે.

ગુજરાતમાં ક્યાં પડશે વધુ ઠંડી?

હવામાન (Weather) આગાહીમાં અંબાલાલ પટેલ મુજબ, ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે, મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં તીવ્ર ઠંડી રહેશે, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડી અનુભવાશે.  આ દરમિયાન રાજ્યમાં વાદળ આવવાની શક્યતા છે, પરંતુ માવઠાની કોઈ મોટી શક્યતા નથી જણાઈ.

29 થી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ, 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેના કારણે પવનની દિશા બદલાશે અને તાપમાનમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળશે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ઠંડીનું જોર વધુ વધશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતની ઠંડીમાં થશે વધારો ! ,જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

આ પણ વાંચો:રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાયો, ઠંડીનું પ્રમાણ થયું ઓછું