Jamnagar News/ જામનગરની ટ્રાફિક શાખા અને RTO કચેરી દ્વારા અકસ્માતો ઘટાડવા મેગા ડ્રાઇવ

ડ્રાઈવ યોજી લોકોને સલામતી રીતે ડ્રાઈવિંગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા આગામી દિવસોમાં પોલીસ દંડનીય કાર્યવાહી હાથ ધરશે.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર (Jamnagar) શહેરમાં અને ખાસ કરીને હાઈવે રોડ પર થતા અકસ્માતો (Accident) ઘટાડવાના ભાગરૂપે જામનગરની ટ્રાફિક શાખા તેમજ RTO કચેરી દ્વારા લોકોને સમજ આપવા માટેની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે જન જાગૃતિ લાવવાના ભાગ રૂપે રોડ સલામતી અવેરનેસ લાવવા ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને ઉચ્ચ પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીઓ દ્વારા રાત ઉજાગરા કરવામાં આવ્યા હતા.

જામનગરની ટ્રાફિક શાખાની પોલીસ ટીમ અને આરટીઓની ટીમ દ્વારા મોડી રાત્રીએ સમર્પણ સર્કલ નજીક વધતા જતા અકસ્માતના બનાવોને ધ્યાનમાં લઈ લોકોમાં વાહન ચલાવવાના મુદ્દે અવેરનેસ (Awareness) લાવવાના ભાગ રૂપે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી.

વાહન ચાલકોને સલામતી સાથે વાહનો ચલાવવા અને જાગૃતિ દાખવવા માટે ટ્રાફિક અવેરનેસ સંદર્ભે પત્રિકા આપી ખાસ ડ્રાઈવ (Mega Drive) યોજાઈ હતી. આ વેળાએ જામનાગરના નવનિયુક્ત એ.એસ.પી. અક્ષેસ એન્જીનિયર, ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જર તથા RTO ઈન્સ્પેક્ટર એચ.કે. પ્રજાપતિ સહિતના અધિકારીઓ દ્વારા ડ્રાઈવ યોજી લોકોને સલામતી રીતે ડ્રાઈવિંગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા આગામી દિવસોમાં પોલીસ દંડનીય કાર્યવાહી હાથ ધરશે.

ખાસ કરીને હાઈવે રોડ પરથી ટુ-વ્હીલરમાં નીકળનારા લોકોએ હેલ્મેટ ફરજિયાત પણે પહેરવાની રહેશે, તેવી સમજ આપવામાં આવી હતી અને હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો, તેમજ ટ્રાફિક નિયમનનો ઉલ્લંગન કરનારા વાહન ચાલકો સામે કડક હાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોધરા ટ્રેન નરસંહારનો ગુનેગાર ટોળકી બનાવી કરતો હતો ચોરી, પુણેથી ધરપકડ

આ પણ વાંચો:મંદિર પણ હવે સલામત નથી, દાદરા નગર હવેલીમાં ચોર ચોરી કરી ફરાર

આ પણ વાંચો:હાલારમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ ૩ કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ